દુનિયાના આ સ્થળે ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ!

પર્વતો અને તળાવોના દેશ ન્યૂઝીલેન્ડમાં એક નાનકડી જગ્યા સમગ્ર દુનિયાના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ‘બ્રા ફેન્સ’થી જાણીતા બનેલા આ સ્થળને જોવા માટે વિશ્વભરમાંથી…

પર્વતો અને તળાવોના દેશ ન્યૂઝીલેન્ડમાં એક નાનકડી જગ્યા સમગ્ર દુનિયાના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ‘બ્રા ફેન્સ’થી જાણીતા બનેલા આ સ્થળને જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં આવે છે. કાર્ડોના બ્રા ફેન્સ નામની આ જગ્યાએ તમને દરેક આકાર, કદ અને પેટર્નની બ્રા જોવા મળી જશે.

આ જગ્યા ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ ઓટાગોમાં આવેલી છે જે હવે બ્રા ફેન્સ (એટલે કે બ્રાની જાળી) ઝડપથી લોકોમાં જાણીતી બની ગઈ. 1999ના વર્ષમાં ઓટાગોના કાર્ડ્રોના વેલી રોડ પર નજીકમાં રહેતા લોકોએ જ્યારે ફેન્સ પર ચાર રહસ્યમયી બ્રા લટકતી જોઈ ત્યારથી આ સમગ્ર ઘટના શરૂ થઈ.

આ જગ્યાએ ૧૯૯૯ થી બ્રા લટકાવવાનું શરૂ થયાના થોડા દિવસોમાં ચોર રાતના સમયે આ બ્રા ચોરી કરવા લાગ્યા અને થોડા જ સમયમાં આ જગ્યા ચર્ચાનો મુદ્દો બની ગઈ. પરંતુ જેટલી બ્રા ચોરી થાય તેનાથી વધારે લોકો અહીં આવીને લટકાવી જતા. લોકોનો અહીં લટકાતી બ્રા જોવા માટે એટલી ભીડ રહેતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે તેને અન્ય જગ્યાએ ખસેડવી પડી.

ન્યુઝીલેન્ડમાં બ્રેસ્ટ(સ્તન) કેન્સર માટે ફંડ એકઠું કરવા ‘બ્રાડ્રોના’ નામની એક ઈવેન્ટ અહીં યોજાઈ હતી, જેના પરથી ફેન્સનું નામ ‘બ્રા ડ્રોના’ રાખવામાં આવ્યું. આકાર્યક્રમ થી લોકોએ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે 20 લાખ રૂપિયાથી વધારે રૂપિયા એકઠા કર્યા હતા. આ બ્રા ફેન્સની લોકપ્રિયતાને જોઈને ન્યૂઝીલેન્ડના અન્ય વિસ્તારોમાં પણ તેને શરૂ કરવામાં આવી છે. હવે આ જગ્યા દુનિયાભરના ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *