ઓફિસમાં કામ કરતી યુવતીઓ અસુરક્ષિત: કંપનીના માલિકે જ કર્યું…

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ કંપનીના બ્રાન્ચ હેડ ઉપકારસિંઘ ગીલે કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઉપકારસિંઘ મહિલા કર્મચારીઓને વોટ્સએપ કરી મુવી જોવા, બહાર ફરવા કહેતો હતો. કંપનીના મહિલા HR થકી અન્ય કર્મચારીઓને સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હતું. પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે.

જુહાપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતી રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે છે. 14 ફેબ્રુઆરી 2018ના રોજ કંપનીના સ્ટાફના લોકો ભેગા મળી મુવી જોવાની વાત કરતા હતા. તે સમયે બ્રાન્ચ હેડ ઉપકારસિંઘ પણ ત્યાં હાજર હતા. નોકરીએથી ઘરે ગયા બાદ મોડી રાતે યુવતીના મોબાઈલ પર ઉપકારસિંઘે મેસેજ કરી તેની સાથે એકલા મુવી જોવા જવાની વાત કરી હતી. જેની યુવતીએ ના પાડતા બહાર એકલા ફરવાની વાત કરી હતી. જેની પણ યુવતીએ ના પાડી હતી.

Loading...

બીજા દિવસે યુવતીએ તેના સહકર્મચારીને આ બાબતે જાણ કરી અમે સુપરવાઈઝરને જાણ કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં કંપનીના ઇન્ટરકોમથી ઉપકારસિંઘ ફોન કરી યુવતીને કેબિનમાં બોલાવી વાતો કરવા બેસાડતો હતો. નોકરી જવાના ડરના કારણે તેને જાણ કરી નહતી.

29 એપ્રિલના રોજ એક મહિલા કર્મચારીએ નોકરીએ આવવાનું બંધ કરી દીધું હતું. સુપરવાઈઝર અરશદ શેખે આ બાબતે સ્ટાફને પુછતાં જાણ થઈ હતી કે ઉપકારસિંઘ HR તરીકે નોકરી કરતા લલિતાબેન કર્લી મારફતે યુવતીને સંબંધ રાખવા દબાણ કરતા હતા. જેથી આ બાબતે યુવતીએ પણ પોતાની સાથે થયેલી હકીકત જણાવી હતી.

ગઈકાલે કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ બ્રાન્ચ હેડ ઉપકારસિંઘ સામે પોલીસ ફરીયાદ નોંધાવવા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.