સોશ્યલ મીડિયા પર ભારતીય સેનાના જવાનની આ તસવીરની ધૂમ, જાણો તેની પાછળની કહાની

ભારતીય સેનાનો જવાન રસ્તાની વચ્ચે હાથમાં ગન સાથે ખુરશી નાંખીને બેઠો હોય તેવી તસવીર છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અન્ય…

ભારતીય સેનાનો જવાન રસ્તાની વચ્ચે હાથમાં ગન સાથે ખુરશી નાંખીને બેઠો હોય તેવી તસવીર છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

અન્ય તસ્વીરો પ્રતીકાત્મક છે.

આ તસવીરને ફેસબૂક પર એક લાખથી વધારે વખત શેર કરાઈ છે. તેની સાથે સાથે વોટસએપ, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સાઈટસ પર પણ લોકો તેને લાઈક કરી રહ્યા છે.લોકો આ તસ્વીર ણે ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

તસવીર પાછળની કહાની એવી છે કે, આ ફોટો કાશ્મીરના બડગામના રહેવાસી ફૈસલ બશીરે 2 ઓગસ્ટે લીધો હતો. કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી હતી. બપોરના લગભગ દોઢ વાગ્યાનો સમય થયો હતો.આ એજ જગ્યા ઓ છે જ્યાં લોકો સેના ના જવાનો પર પથ્થર મારો કરતા હતા ,પણ કહે છે ને કે બધા નો સમય આવે છે અને આ સમય હવે ભારતીય સેના નો છે.

બશીર કહે છે કે, જે રસ્તાઓ એન્કાઉન્ટર સ્થળે જતા હતા તે તમામ પર નાકાબંધી કરી દેવાઈ હતી. જે સૈનિકની તસવીર વાયરલ થઈ રહી છે તે આ જ નાકાબંધીનો હિસ્સો હતો. જેનુ કામ એન્કાઉન્ટરનો વિરોધ કરી રહેલા કેટલાક સ્થાનિક લોકોને દુર રાખવાનુ હતુ.

બશીરના કહેવા પ્રમાણે આ તસવીર મેં ખેંચી ત્યારે સૈનિક રોડ પર વચ્ચે વચ્ચ બેઠો હતો. તેની પાસે ઓટોમેટિક રાયફલ હતી. જે દેખાડીને તે દેખાવકારોને એન્કાઉન્ટર સાઈટથી દુર રહેવા ચેતવણી આપી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *