શિક્ષક-શિક્ષિકા ચાલુ શાળાએ રંગરેલીયા કરતા હોવાના સામચાર મળતા ગામલોકોએ મારી દીધા તાળા… જાણો પછી શું થયું ?

કાંકરેજ તાલુકાની શાળામાં પ્રેમપ્રકરણની ગંભીર આશંકાને પગલે આખુ ગામ ભેગુ થયુ હતુ. શિક્ષકોના આંતરિક સંબંધો અને વિખવાદોને પગલે ગ્રામજનોએ લાલધુમ બની સભા કરી હતી. જેમાં…

કાંકરેજ તાલુકાની શાળામાં પ્રેમપ્રકરણની ગંભીર આશંકાને પગલે આખુ ગામ ભેગુ થયુ હતુ. શિક્ષકોના આંતરિક સંબંધો અને વિખવાદોને પગલે ગ્રામજનોએ લાલધુમ બની સભા કરી હતી. જેમાં તમામ શિક્ષકોની બદલી જયાં સુધી ન થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી કરી દેતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે ગામ સહિત સમગ્ર પંથકમાં શિક્ષકોના ચારિત્ર્યનો મુદ્દો ગરમાયો છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાની ચેખલા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. ગામમાં અસામાજીક તત્વો પરેશાન કરતા હોવાનો આક્ષેપ આચાર્ય દ્વારા મુકવામાં આવ્યો છે. તો સામે, ગામલોકોએ શિક્ષકોના પ્રેમપ્રકરણથી તંગ આવી તમામની બદલી કરવા લડત શરૂ કરી છે. ગામલોકો અને આચાર્યની વાત સામે આવતાં બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડે તેમ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શાળામાં મોટાભાગની શિક્ષિકાઓ વચ્ચે ગણતરીના શિક્ષકો છે. આ દરમ્યાન તાજેતરમાં ચેખલા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણુંક બાદ નવી બાબતો લાગુ કરવામાં આવી છે. જેનાથી શિક્ષકો વચ્ચે આંતરિક કચવાટ અને વિખવાદ વધ્યો હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. ગામના વદનજી સ્વરૂપજી દુધેચાને શિક્ષકોની બદલી અને તાળાબંધીનું કારણ પુછતાં પ્રેમપ્રકરણ ગંભીર હોવાનું જણાવતા મામલો ગરમાયો છે.

આખા ગામમાં એક જ ચર્ચા, શિક્ષકની પ્રેમલીલા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શાળાના શિક્ષક કોઇ મહિલા સાથે સંબંધ ધરાવતા હોવાની ચર્ચા આખા ગામમાં થઇ રહી છે. શિક્ષક સાથે સંબંધ ધરાવતી મહિલા ગામની કે શાળાની શિક્ષિકા છે કે કેમ ? તેને લઇ કોઇ ઠોસ વાત સામે આવી નથી. જોકે, શાળાના શિક્ષકની પ્રેમલીલા હાલતો ગામમાં ચર્ચાસ્પદ બની છે.

મારા ઉપર થયા ચારિત્ર્યના આક્ષેપ ખોટા

ચેખલા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના શિક્ષકે મિડીયા સમક્ષ ચારિત્ર્યના આક્ષેપોને લઇ ગંભીર વાત રજુ કરી હતી. શિક્ષકે પોતાની ઉપર ચારિત્ર્ય સામે લગાવવામાં આવેલ આક્ષેપો ખોટા હોવાનું કહી પુરવાર કરવા ચેલેન્જ કરી છે. જેનાથી શાળાનો વિવાદ ત્રિપક્ષિય બની ગયો છે.

ગામમાં અસામાજીક તત્વો હોવાના આક્ષેપ

પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સમગ્ર મામલે નિવેદન સામે આવ્યુ છે. જેમાં શાળાના બાળકોના શિક્ષણ સામે કેટલાક અસામાજીક તત્વો મુશ્કેલી ઉભી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. અસામાજીક તત્વો શોધીને સામે લાવવા ગામલોકોને વિનંતી કરતા મામલો પેચીદો બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *