ઉદ્ઘાટન પહેલા જ કરોડોના ખર્ચે બનેલો પુલ નદીમાં ગરકાવ- જુઓ વિડીયો

મધ્યપ્રદેશનાં સિઓની જિલ્લામાં ભ્રષ્ટાચારની એક અનોખી રીત જોવાં મળી હતી. કરોડોનાં ખર્ચે બનેલ આ બ્રિજ તેના ઉદ્ઘાટન પૂર્વે નદીમાં વહી ગયો હતો. મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની…

મધ્યપ્રદેશનાં સિઓની જિલ્લામાં ભ્રષ્ટાચારની એક અનોખી રીત જોવાં મળી હતી. કરોડોનાં ખર્ચે બનેલ આ બ્રિજ તેના ઉદ્ઘાટન પૂર્વે નદીમાં વહી ગયો હતો. મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની વચ્ચે સિઓણી જિલ્લામાં આવેલ સુનવારા ગામે વૈનંગા નદી પર કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલ પુલ ધોવાઈ ગયો છે.

આશ્ચર્યજનક રીતે આ પુલ લગભગ 1 મહિના પહેલા શરૂ થયો હતો. હજી તેનું વિધિવત ઉદ્ઘાટન થયું ન હતું. ઉદ્ઘાટન પહેલા જ લોકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. તૂટેલા પુલનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યાં નદીના વધતા જળસ્તર વચ્ચેનો તૂટેલો પુલ પણ જોવા મળી રહ્યો છે.

દસ્તાવેજો મુજબ આ પુલ કુલ 03,07,00,000 ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પુલનું નિર્માણ 1 સપ્ટેમ્બર 2018 ના રોજ શરૂ થયું હતું. નિર્માણ માટેની સમાપ્તિની તારીખ 30 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. આ પુલ આ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો અને ગામના લોકો તેનો ઉપયોગ લગભગ 1 મહિનાથી કરી રહ્યા છે, પણ તેનાં ઉદઘાટન પહેલા 29-30 ની વચગાળાની રાત્રે પુલએ પાણીનો પુરવઠો લીધો હતો.

જ્યારે આ ઘટના અંગે કલેક્ટર રાહુલ હરિદાસ કહે છે કે અમે તપાસના આદેશ આપ્યા છે, જે દોષી છે તેની સામે કાર્યવાહી કરશે.અહી નોંધનીય છે, કે આ પુલ સિઓનીની કેવરી એસેમ્બલી હેઠળ આવે છે. જેના ધારાસભ્ય ભાજપનાં રાકેશ પાલ છે.

તે જોવાનું બાકી છે, કે પુલ નિર્માણ એજન્સી પર વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં આ વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે લોકોને આવવામાં મુશ્કેલી પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *