વિકાસ થાકી ગયો: જૂનાગઢમાં 10 મહિના પહેલા જ બનાવાયેલો પુલ ‘આરામ કરવા’ બેસી ગયો

માત્ર દસ મહિના અગાઉ જ બનાવવામાં અબેલો પુલ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ખડા થયા છે. જુનાગઢ જિલ્લાના મેંદરડાથી સાસણ જતા માર્ગ પર આવેલો…

માત્ર દસ મહિના અગાઉ જ બનાવવામાં અબેલો પુલ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ખડા થયા છે. જુનાગઢ જિલ્લાના મેંદરડાથી સાસણ જતા માર્ગ પર આવેલો એક પુલ તુટી જતા તેમાં ત્રણ કાર  ફસાઈ છે. પુલ બેસી જવાથી તેના પરથી પસાર થતી કાર પણ નીચે ખાબકી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા જો કે આ મોટી દુર્ઘટનનામાં કોઈ જાનહાની થઈ નથી. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાને કારણે અહીંનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને દુર્ઘટનાને સ્થળે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થયા હતા. દુર્ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, એસ.ડી.એમ, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ પુલ સાંજ 7 વાગ્યા નજીક ઘરાશયી થયો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *