આ વ્યક્તિ કોઈ પણ દવાદારૂ વગર, ફક્ત ઘરેલું ઈલાજથી કોરોના વાયરસથી થયો મુક્ત. જાણો વિગતે

કોરોના વાયરસના સતત ફેલાવાથી આખી દુનિયા ખુબ ચિંતામાં છે. આ વાયરસે અત્યારસુધી ત્રણ હજાર જેટલા લોકો જીવ લઇ લીધા છે, ત્યારે આ વાયરસનો ભોગ બન્યા…

કોરોના વાયરસના સતત ફેલાવાથી આખી દુનિયા ખુબ ચિંતામાં છે. આ વાયરસે અત્યારસુધી ત્રણ હજાર જેટલા લોકો જીવ લઇ લીધા છે, ત્યારે આ વાયરસનો ભોગ બન્યા બાદ સાજા થઈ ગયેલા એક વ્યક્તિએ પોતાનો અનુભવ શેર કર્યો છે. ચીનમાં રહેતા અને મૂળ બ્રિટનના આ વ્યક્તિએ જણાવ્યું છે કે કોરોનાવાયરસનો ચેપ લાગી જાય ત્યારે કેવી-કેવી તકલીફો થાય છે, અને શરીર પર તેની કેવી અસર જોવા મળે છે.

કોનોર રીડ નામનો 25 વર્ષનો આ બ્રિટિશ યુવક વુહાનમાં જ રહે છે. 25 નવેમ્બર 2019ના રોજ તેને શરદી થઈ હતી. તેને સતત છીંકો આવ્યા કરતી હતી, અને તેની આંખો લાલ થઈ ગઈ હતી. જોકે, તેમ છતાંય તેણે કામ પર જવાનું ચાલુ રાખ્યું હતું. કોનોર ચીનમાં ઈંગ્લિશ શીખવવા આવ્યો હતો, અને કોરોનાવાયરસના એપિસેન્ટર મનાતા વુહાનમાં જ રહેતો હતો.

જ્યારે કોરોનાવાયરસ વિશે દુનિયામાં ખાસ જાણકારી નહોતી ત્યારે જ કોનોરને તેનો ચેપ લાગી ગયો હતો. પોતાને થયેલી શરદી આટલી ભયાનક નીવડશે તેની તેણે કલ્પના પણ નહોતી કરી. જોકે, બીજા દિવસે તેના ગળામાં સોજો આવી ગયો. તેણે ગરમ પાણીમાં મધ નાખીને આખો દિવસ પીધે રાખ્યું, પરંતુ તેનાથી તેને કશોય ફરક પડ્યો નહીં.

તારીખ 27 નવેમ્બરે સ્થિતિ વધારે બગડી. જોકે, શરદી મટવાને બદલે વધુને વધુ ગંભીર બનતી જતી હતી. ક્યારેય સિગરેટ કે દારુ ન પીતા કોનોરે મધ અને ગરમ પાણીમાં વ્હિસ્કિ પણ નાખી. તે વખતે વાયરસના કોઈ સમાચાર પણ ના આવ્યા હોવાથી તેને એમ જ હતું કે તેને સામન્ય શરદી થઈ છે, અને તેના કારણે જ તેણે ઘરગથ્થુ ઉપચાર ચાલુ રાખ્યા.

તેના એકેએક હાડકાં દુ:ખી રહ્યા હતા. હવે તેને લાગ્યું કે આ શરદી અને તાવ ઘરગથ્થુ ઉપચારથી મટવાના નથી. તેની હાલત એવી હતી કે તે પથારીમાંથી ઉભો પણ નહોતો થઈ શકતો. ઉધરસ ખાવામાં પણ તેની છાતી જાણે ભીંસાતી હતી. નવમા દિવસે તેણે જોયું કે તેના ઘરની આસપાસ ફરતી બિલાડી પણ વિચિત્ર વર્તન કરી રહી હતી, અને તે કાંઈ ખાઈ પણ નહોતી રહી.

આખરે તે ટેક્સી લઈ ઝોનંગનાન યુનિવર્સિટી હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં કેટલાક વિદેશી ડોક્ટરો પણ હતા. ડોક્ટરે તેને ન્યૂમોનિયા થયો હોવાનું નિદાન કર્યું, અને તેના અનેક ટેસ્ટ પણ કરાવાયા.

શરદી અને ન્યૂમોનિયાથી રાહત મળ્યા બાદ કોનોર જોબ પર જવાનું વિચારી જ રહ્યો હતો, પરંતુ 22મા દિવસે તેના આખા શરીરમાં ફરી દુ:ખાવો શરુ થયો. જે એટલો ભયાનક હતો કે તેના પર જાણે ટ્રક ફરી વળી હોય તેવું તેને લાગી રહ્યું હતું. કાનમાં સણકા થઈ રહ્યા હતા. પરંતુ બે દિવસ બાદ તે ફરી સાજો થઈ ગયો.

36મા દિવસે તેને જાણવા મળ્યું કે વુહાનમાં એક નવો વાયરસ લોકોને પોતાના શિકાર બનાવી રહ્યો છે. વુહાનમાં જાતભાતની અફવાઓ પણ શરુ થઈ હતી. લોકોએ જીવનજરુરી ચીજવસ્તુઓનો ઘરમાં સ્ટોક કરવાનું શરુ કરી દીધું હતું. 37મા દિવસે વુહાનમાં લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવાયો. વાયરસની શરીર પર કેવી અસર થાય છે તે કોનોરને જાણવા મળ્યું, અને તેને અહેસાસ થયો કે આવું તો તેની સાથે થઈ ચૂક્યું છે.

52મા દિવસે હોસ્પિટલ તરફથી તેને કહેવામાં આવ્યું કે તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. પરંતુ હવે તે સાજો થઈ ચૂક્યો છે, અને ફરી તેને વાયરસનો ચેપ નહીં લાગે કારણકે શરીરની રોગપ્રતિકારક શક્તિએ તેની સામે લડવાનું શીખી લીધું છે. જોકે, તેને માસ્ક પહેરેલું રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.

ફણગાવેલા મગના 10 ફાયદા વિશે જાણીને તમે કાલથી જ ખાવાનું શરૂ કરી દેશો

કોનોરનું કહેવું છે કે તે વુહાનના ફિશ માર્કેટમાંથી હંમેશા શોપિંગ કરતો હતો, અને કદાચ તેને ત્યાંથી જ આ વાયરસનું ઈન્ફેક્શન લાગ્યું હશે. જોકે, આ માર્કેટમાં જેવા મીડિયામાં દાવા થાય છે તે અનુસાર ચામાચિડિયા કે કોઆલા જેવા પ્રાણી તેણે ક્યારેય આ માર્કેટમાં જોયા જ નથી.

હાલના છાપાં કોરોનાવાયરસને ભયાનક ગણાવી રહ્યા છે, પરંતુ કોનોરે તો તેનો સામનો ઘરગથ્થુ ઈલાજથી જ કરી લીધો હતો. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે તેને જ્યારે શરદી અને બીજી તકલીફો થઈ હતી ત્યારે તેણે કલ્પના પણ નહોતી કરી કે તેની બીમારી આટલી ભયાનક હશે. કોનોર હજુય ચીનના વુહાનમાં જ છે. તેણે વ્હિસ્કી, મધ અને ગરમ પાણીથી પોતે કોરોનામાંથી સાજો થઈ ગયો હોવાના કરેલા દાવાને અનેક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ વેબસાઈટમાં પ્રસિદ્ધ પણ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *