આ હનુમાનજી મંદિરમાં આવતાની સાથે જ ચમત્કારિક રીતે જોડાઈ જાય છે શરીરના તુટેલા હાડકા- જાણો વિગતે

Published on: 7:24 pm, Thu, 6 May 21

આપણો ભારત દેશ ઘણા રહસ્યોથી ભરેલો પડ્યો છે. આપણા દેશમાં તમને દરેક જગ્યાએ કોઈ ને કોઈ રહસ્ય મળશે. અમુક જગ્યાઓ તો એવી પણ છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ જ્યારે બધું જ તમારી સામે હોય ત્યારે તેના પર વિશ્વાસ કરવો જ પડે છે. આવી જ એક જગ્યા આવેલી છે મોહાસ ગામમાં. આ ગામમાં હનુમાનજીનું એક એવું મંદિર છે જે મંદિરમાં જતાં ની સાથે તુટેલા હાડકા જોડાઈ જાય છે. આ વાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ આ વાત સાચી છે. આ મંદિરની મુલાકાતે રોજ હજારો ભક્તો આવે છે.

આ મંદિર જબલપુરના કટની થી ફક્ત 35 કિલોમીટર દૂર મોહાસ ગામમાં આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીને ઓર્થોપેડીક હનુમાનજીના નામથી ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમા ફ્રેકચર કે હાડકાની કોઈપણ જાતની તકલીફથી પીડાતા લોકોની લાઈનો લાગે છે. ખાસ કરીને શનિવાર અને મંગળવારે તો આ મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. આ મંદિરમાં રોજ અલગ અલગ દૃશ્ય જોવા મળે છે.

અહીંયા ઘણા લોકો સ્ટ્રેચરમાં આવે છે તો કોઈ પીઠ ઉપર કે એમ્બ્યુલન્સમાં આવે છે. કેટલાક લોકો હાથ, પગ તૂટેલા હોય છે તો કોઈ લોકોને શરીરના અન્ય હાડકાની તકલીફ હોય છે. અહીંયા આવતા લોકોના મનમાં બસ એક જ આશા હોય છે કે, હનુમાનજી તેમના દુઃખ દૂર કરી દે. ભક્તોની ઈચ્છા હનુમાનજી પૂરી પણ કરે છે. એટલા માટે જ લોકોએ આ હનુમાનજીને ઓર્થોપેડીક હનુમાનજી નામ આપ્યું છે.

જ્યારે કોઈ દર્દી મંદિરના પરિસરમાં પહોંચે છે ત્યારે એ દર્દી તેમજ તેની સાથે આવેલા બધા જ લોકોને ત્યાંના પૂજારી આંખ બંધ કરીને શ્રી રામના નામનું સ્મરણ કરવાનું કહે છે. આંખ બંધ થતાં જ ત્યાં હાજર રહેલ પંડિતજી પીડિત વ્યક્તિને કોઈ ઔષધિ જેવી દવા ખવડાવે છે. આ દવાને ખુબ જ ચાવીને ખાવાની હોય છે. બસ આ દવા પીડિત વ્યક્તિએ ખાઈ લીધા બાદ ત્યાંથી પૂરી શ્રદ્ધા સાથે નીકળી જવાનું કહે છે.

આ મંદિરમાં બસ આ એક જ ઉપાય કરવામાં આવે છે. પંડિત સરમન પટેલના જણાવ્યા મુજબ, આ ઔષધિથી અને હનુમાનજીના આશીર્વાદથી લોકોના તૂટેલા હાડકા જોડાઈ જાય છે. મંદિરમાં આ દવા દરરોજ મળે છે પરંતુ ત્યાંના એક રહેવાશી મૂળચંદ દુબેના જણાવ્યા મુજબ શનિવાર અને મંગળવાર હનુમાનજીનો દિવસ હોવાથી આ દિવસે પીડિત વ્યક્તિને આપેલી ઔષધિ વધારે અસરકારક રહે છે. આ જ કારણના લીધે શનિવારે અને મંગળવારે આ મંદિરમાં મેળા જેવો માહોલ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.