ગુજરાત: ભાઈએ જ 12 વર્ષીય બહેન પર દુષ્કર્મ ગુજારી, છરીથી ક્રૂરતાપૂર્વક ગળું કાપી 20 ફૂટ દૂર ફેંકી દીધું

ગુજરાત માં અવાર-નવાર બળાત્કાર ના મામલા સામે આવતા રહે છે, ત્યારે ફરી એકવાર એવો દુઃખદ મામલો સામે આવ્યો છે. માળી સમાજની 12 વર્ષીય કિશોરી પર…

ગુજરાત માં અવાર-નવાર બળાત્કાર ના મામલા સામે આવતા રહે છે, ત્યારે ફરી એકવાર એવો દુઃખદ મામલો સામે આવ્યો છે. માળી સમાજની 12 વર્ષીય કિશોરી પર 24 વર્ષના ફોઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી છરીથી ગળું કાપી 20 ફૂટ દૂર ફેંકી દેવાની ઘટના સામે આવતાં આખા શહેરમાં સોંપો પડી ગયો હતો. આ વિકૃત યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામની અજાણી જગ્યાએ લઈ જઇ આ કૃત્યને અંજામ આપ્યો હતો.

જોકે, તેનું આ પાપ ઝાઝો સમય છુપું રહી શક્યું ન હતું અને રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા માં એ કિશોરી ને બાઇક પર લઈ જતાં દેખાતાં પોલીસે શનિવારે બપોરે આરોપી નીતિન માળીને દબોચી લીધો હતો. શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ 12 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનું ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં હડકંપ મચી ગયો હતો. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું 20 ફૂટ દૂરથી મળી આવ્યું હતું.

ડીસાના શિવનગરમાં રહેતી 12 વર્ષીય  કિશોરી શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ગુમ થતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયા અંગે જાણ કરાઇ હતી. જેને પગલે હરકતમાં આવેલી પોલીસે સીસીટીવી કેમેરા પરથી એ યુવક ને પકડી પાડ્યો હતો.

શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ 12 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનું ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં હડકંપ મચી ગયો હતો. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું 20 ફૂટ દૂરથી મળી આવ્યું હતું. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, મહિલા આયોગનાં સભ્ય રાજુલબેન દેસાઈ તેમજ માળી સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા. તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોઇ મજૂરો શનિવારે સવારે આઠ વાગે રસ્તે નીકળતા વચ્ચે આ કિશોરીનો મૃતદેહ માથા વગરનો જોયો હતો.

ડીસા સિવિલમાં પેનલ ડોકટર દ્વારા પીએમ કરાયું હતું.  લાશ સડવાની પ્રક્રિયા ચાલુ થઈ ન હતી. હત્યા 24 કલાક પહેલાં થઈ હોવાનું અનુમાન લગાવી શકાય.  ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરાઇ હતી. કમરના ભાગે ડાબી બાજુએ ઇજા જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *