ઘોર કળિયુગ! ‘હું તને ખુબ પ્રેમ કરું છું’, કહી સગાં ભાઈએ જ બહેન પર બળાત્કાર ગુજાર્યો

ભાઈ અને બહેનનો સંબંધ હંમેશાથી પવિત્ર માનવામાં આવે છે. બહેનની સુરક્ષા માટે ભાઈ પોતાનો જીવ આપવા પણ ખચકાતો નથી. પણ ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધને લાંછન લગાડતો…

ભાઈ અને બહેનનો સંબંધ હંમેશાથી પવિત્ર માનવામાં આવે છે. બહેનની સુરક્ષા માટે ભાઈ પોતાનો જીવ આપવા પણ ખચકાતો નથી. પણ ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો દાદરાનગર હવેલીમાં સામે આવ્યો છે. અહીં સગાં ભાઈએ જ પોતાની સગી બહેન પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે કળિયુગી ભાઈની ધરપકડ કરી દીધી છે.

દાદરાનગર હવેલીના સેલવાસમાં રહેતો શિવશંકર ચૌધરી પોતાની બહેન સાથે મહારાષ્ટ્ર જઈ રહ્યો હતો. તેઓ મહારાષ્ટ્રના પાલઘર ખાતે સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા. આ સમયે શિવશંકર અને તેની બહેન સાથે એકલો મુસાફરી કરતો હતો. મહારાષ્ટ્ર જતી વખતે શિવશંકરે બહેનનો હાથ પકડીને કહ્યું કે, હું તને ખૂબ પ્રેમ કરું છું. અને બાદમાં તેણે પોતાની બહેન પર જ બળાત્કાર ગુજાર્યો હતો.

સગાં ભાઈના આવાં કૃત્યથી બહેન હેબતાઈ ગઈ હતી. અને સેલવાસ ઘરે પરત ફર્યા બાદ સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી. જે બાદ આ મામલે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ થતાં પોલીસે આરોપી ભાઈ શિવશંકર ચૌધરીની ધરપકડ કરી હતી. તો બળાત્કારનો ભોગ બનેલી બહેનને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *