JIO ને કારણે સરકારી ટેલિકોમ કંપની ભાંગી પડી, કર્મચારીઓને પગાર ચૂકવવા નાણાં પણ નથી- વાંચો રિપોર્ટ

સરકારી ટેલિકોમ કંપની BSNLઆર્થીક સંકટમાં ફસાયેલી છે. BSNL નાણાકીય મુશ્કેલીઓને કારણે પોતાના લગભગ ૧.૭૬ લાખ કર્મચારીઓનો ફેબ્રુઆરીનો પગાર ચુકવવામાં નિષ્ફળ રહ્યું છે. BSNL કર્મચારી સંઘે…

સરકારી ટેલિકોમ કંપની BSNLઆર્થીક સંકટમાં ફસાયેલી છે. BSNL નાણાકીય મુશ્કેલીઓને કારણે પોતાના લગભગ ૧.૭૬ લાખ કર્મચારીઓનો ફેબ્રુઆરીનો પગાર ચુકવવામાં નિષ્ફળ રહ્યું છે. BSNL કર્મચારી સંઘે સરકારને પત્ર લખીને જાણ કરી છે કે સંકટગ્રસ્ત કંપનીને ઉગારવા માટે સરકાર આગળ આવે. જાહેર ક્ષેત્રની અગ્રણી ટેલીકોમ કંપની આર્થીક સંકટને કારણે દેશભરમાં પોતાનાં 1.76 લાખ કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાનો પગાર આપ્યો નથી.

કર્મચારીઓના પગાર અટવાયા હોય એવું પહેલીવાર બન્તા કર્મચારી સંઘોએ દૂરસંચાર મંત્રી મનોજસિંહાને પત્ર લખી માંગણી કરી છે કે વેતન આપવા માટે તથા કંપનીને ફરી દોડતી કરવા માટે ફંડ જારી થવું જોઇએ. સરકારની નીતિના વિરોધમાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શન પણ કરી રહયા છે.

કેન્દ્રિય દુરસંચાર પ્રધાન મનોજ સિન્હાને લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે, રિલાયન્સ જીઓ તરફથી મળતી આકરી પ્રતિસ્પર્ધાને કારણે કંપની આર્થીક રીતે પડી ભાંગી છે. અન્ય ઓપરેટરો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે, પરંતુ તેઓ માતબર રોકાણ કરીને કંપનીને ઉગારી રહ્યા છે.

કંપની અધિકારીનાં જણાંવ્યા પ્રમાણે પગાર આપવામાં વિલંબ એટલા માટે થયો કે સરકારે કોઇ પણ આર્થીક સહાય આપી નથી.જેથી કંપનીને જેમ જેમ ભંડોળ મળશે તેવી રીતે કર્મચારીઓને પગાર મળશે. બીજી તરફ અધિકારી જણાવે છે કે માર્ચ મહિનાનો પગાર મળવામાં પણ કર્મચારીઓને રાહ જોવી પડશે. નાગપુર જીલ્લામાં 1100 કરતા વધારે બીએસએનએલનાં કર્મચારીઓને પગાર ન મળતા તેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

BSNL Employees Unionનાં પ્રમુખ પંચમ ગાયકવાડનાં જણાંવ્યા પ્રમાણે સમયસર પગાર ન મળતા કર્મચારીઓ ખરાબ સ્થિતીનો સામનો કરી રહ્યા છે. બીએસએનએલને સંપુર્ણ નષ્ટ કરવાનું ષડયંત્ર છે. આ મામલે કેન્દ્ર સરકારને રજુઆત કરી તેમ છતાં કોઇ પ્રતિક્રિયા નથી. તેમણે જણાંવ્યું કે કર્મચારી યુનિયન તરફથી કાનૂની નોટીસ આપવામાં આવશે.જરૂરત પડશે તો કોર્ટનાં દ્વાર ખખડાવીશું.

સૂત્રો કહે છે કે હવે માર્ચનો પગાર થવા આડે થોડા દિવસો બાકી છે ત્યારે સરકારે તત્કાલ પગલા લેવા જોઇએ. BSNL ની ખોટ દર વર્ષે વધતી જાય છે. ૨૦૧૭માં ૪૭૮૬ કરોડની ખોટ હતી જે ૨૦૧૮માં રૂ. ૮૦૦૦ કરોડ થઇ ગઇ છે.

સરકાર પોતાના ચૂંટણી પ્રચાર પાછળ હજારો કરોડો રૂપિયા ફૂંકી રહી છે જયારે તેમની પોતાની જ કંપની ના કર્મચારીઓને ચૂકવવા પૈસા નથી. હાલ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના 100 જેટલા કર્મચારીઓ પણ છેલ્લા 3 મહિનાનો પગાર ના મળવાના કારણે હડતાલ પર બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *