ભાજપ અને BTPના ધારાસભ્યો ભાન ભૂલ્યા- રસ્તાનું ખાતમુર્હત કરવા છાંટ્યો દારુ, જુઓ અહિયાં

Published on: 3:14 pm, Wed, 28 October 20

ગાંધીના ગુજરાતમાં (Gujarat) દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂની રેલમછેલ થતી હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત BTP ના ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જ રસ્તા ઉપર દારૂ થી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના (Narmada District) અંતરિયાળ એવા ડેડિયાપાડા (Dadiapada) વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ગત 25/10/2020નાં રોજ ડેડિયાપાડા (Dadiapada) વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્તમાં BTPના MLA મહેશ વસાવા અને ભાજપના પૂર્વ MLA મોતીસિંહ વસાવા સહિતના નેતાઓએ ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કર્યો હતો. બીજી બાજુ, ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

dediya pada daru sathe rastanu khat murat 1 » Trishul News Gujarati Breaking News

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, આપણે સારા પ્રસંગોએ ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળ થી પૂજન કરવામાં આવે છે. તેના બદલે ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુર્હતમાં ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ જોવા મળી રહ્યા છે. હંમેશાં આપણા વ્યવહારો તથા કાર્યક્રમો એવા હોવા જોઈએ કે જેનાથી સમાજ પ્રેરણા લઈ શકે, પરંતુ આ પાનવાળું દૃશ્ય જોઈને ઘણાબધા લોકો ટીકા-ટિપ્પણીઓ કરી રહ્યા છે, તેથી ભવિષ્યમાં આવા કાર્યક્રમો ન કરતાં આમપ્રજામાં એક સારો સંદેશો જાય એવા કાર્યક્રમો કરવા જોઈએ.

આ કાર્યક્રમમાં હાજર નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાએ જણાવ્યું હતું કે અમે પહેલા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને નાળિયેર વધેરી કર્યું હતું. BTPના ધારાસભ્ય મહેશ વસાવાએ ખાખરના પાનમાં દારૂનો અભિષેક કરવા જણાવ્યું, મહેશ વસાવાએ એ વખતે કહ્યું હતું કે એ તો આપણી આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ છે. સત્તામાં આવ્યા પછી BTPના ધારાસભ્ય મહેશ વસાવા નવી નવી પ્રથાઓ ઉમેરવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle