રુપાણી સરકાર ગુજરાતના લડ્ખાતા શિક્ષણ પાછળ 31,955 કરોડ ખર્ચી કરશે વિકાસ, જાણો શું કર્યું છે આયોજન?

હાલ ગુજરાતનું બજેટ બહાર પડી રહ્યું છે. અને સૌથી મોટો, જો નિર્ણય હોય તો શિક્ષણ બાબતે છે. તમે જાણો જ છો કે ગુજરાતના શિક્ષણણી પરિસ્થિતિ…

હાલ ગુજરાતનું બજેટ બહાર પડી રહ્યું છે. અને સૌથી મોટો, જો નિર્ણય હોય તો શિક્ષણ બાબતે છે. તમે જાણો જ છો કે ગુજરાતના શિક્ષણણી પરિસ્થિતિ કેવી છે. તો શિક્ષણ મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આ બજેટમાં શિત્રણ વિભાગ માટે 31,955 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 500 શાળાઓને સ્કુલ ઑફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવશે. શાળાઓમાં તમામ અદ્યતન માળાખાકીય સુવિધાઓ માટે 250 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. 650 કરોડ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવા 7000 વર્ગખંડોનું બાંધકામ કરાશે.

અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના આશરે 43 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે 980 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઑનલાઇન રિયલ ટાઇમ મોનિટરીંગ 188 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં દોઢ લાખથી વધુ બાળકોના પરિવહન માટે 66 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

સાથે-સાથે રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે 4 લાખ 22 હજાર વિદ્યાર્થીઓની ફી, યુનિફોર્મ, સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ 550 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *