બિલ્ડરો ઘર ખરીદનારાઓને સમયસર મકાન ન સોંપે તો વ્યાજ સહિત રૂપિયા પાછા આપવાના થાય- જાણો અહી

રાષ્ટ્રીય ગ્રાહક વીવાદ નિવારણ આયોગ એ હાલમાં પોતાના આદેશમાં બિલ્ડરને પોતાના બાંધકામમાં જો વાર લાગે તો ઘર ખરીદનારાઓને અનુસૂચિત રાષ્ટ્રીયકૃત બેંકના નક્કી કરેલા વ્યાજ મુજબ,…

રાષ્ટ્રીય ગ્રાહક વીવાદ નિવારણ આયોગ એ હાલમાં પોતાના આદેશમાં બિલ્ડરને પોતાના બાંધકામમાં જો વાર લાગે તો ઘર ખરીદનારાઓને અનુસૂચિત રાષ્ટ્રીયકૃત બેંકના નક્કી કરેલા વ્યાજ મુજબ, વ્યાજ સહિત પૈસા પાછા આપવાના રહેશે. અન્યાય સામે NCDRC- NATIONAL CONSUMER DISPUTES REDRESSAL COMMISSION
NEW DELHI માં પહોચેલા ગ્રાહકોને ન્યાય મળ્યો હતો. 

હકીકતમાં NCDRC બિલ્ડરો વિરુદ્ધ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ ની ધારા 17 હેઠળ એક ફરિયાદ સાંભળી રહ્યું હતું. બિલ્ડરોએ મોહાલીમાં પોતાનો પ્રોજેક્ટ ‘વેવ ગાર્ડન’ માટે ટેન્ડર મંગાવ્યા હતા જેમાં 20 ઘર ખરીદનારાઓ દ્વારા 10 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. બિલ્ડરોએ 3 વર્ષની અંદર જ પોતાના પ્રોજેક્ટ પૂરો કરવાનો વાયદો આપ્યો હતો પરંતુ છેલ્લા 7 વર્ષની અંદર પ્રોજેક્ટ પૂરો ન થયો. ફરિયાદીઓએ વ્યાજ સહિત પોતે રોકેલા પૈસા પાછા મળે તે માટે બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

એસ એમ કાંતિકર અને દિનેશ સિંહની પેનલે બિલ્ડરો તરફથી ધારા 2(1) (જી) અને (ઓ) અને ધારા 2 (1) આર હેઠળ અનુસૂચિત વ્યાપાર પ્રથાઓ હેઠળ સેવામાં કમી ને ધ્યાનમાં રાખીને ખરીદનારાઓએ બિલ્ડરોને પૈસા ચૂકવવા જોઈએ. અને પૈસા પાછા આપવામાં બે વિકલ્પ ન હોઈ શકે.

આ બાબતે ફરિયાદ સાંભળી રહેલા આયોગે કહ્યું કે, “રોકાણકારોને વ્યાજ ચૂકવવાનું છે તે યોગ્ય રીતે નક્કી થવું જોઈએ. એટલે અમારું માનવું છે કે રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે વ્યાજદર ચાલી રહ્યો છે. તે વ્યાજ દર મુજબ જ વ્યાજ સહિત પૈસા પાછા આપવા.”

આ સાથે જ પ્રત્યેક ખરીદદારો ને વળતર માટે એક લાખ રૂપિયા પણ આપવા. આગળ કહેવામાં આવ્યું કે એકવાર સેવામાં કમીને કારણે દેવામાં આવેલ રકમ સ્થગિત કરવામાં આવી હતી પરંતુ બિલ્ડરોએ નિર્ધારિત સમય હેઠળ રૂપિયા ચૂકવવા પડશે. રૂપિયા ચૂકવવામાં મોડુ થતાં સામાન્ય નાગરિકો માટે વધારે ઉત્પીડન, કઠણાઈ અને સહનશીલતા ઉત્પન્ન કરવી અસ્વીકાર્ય છે અને તેમ કરવાથી દંડિત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *