લગ્નમાં ઘુસી ગયેલા આંખલાએ મચાવી અંધાધૂંધી, ખાવાની ડીશ લઈને આમતેમ ભાગવા લાગ્યા લોકો- જુઓ વિડીયો

વાયરલ(Viral): લગ્ન પ્રસંગમાં અવારનવાર વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. કેટલાક કિસ્સાઓ એટલા રમુજી હોય છે કે, તે સોશિયલ મીડિયા(Social media) પર આવતાની સાથે…

વાયરલ(Viral): લગ્ન પ્રસંગમાં અવારનવાર વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. કેટલાક કિસ્સાઓ એટલા રમુજી હોય છે કે, તે સોશિયલ મીડિયા(Social media) પર આવતાની સાથે જ વાયરલ(Viral video) થવામાં જરા પણ સમય નથી લાગતો. ત્યારે આવો જ એક મજેદાર વિડીયો સામે આવ્યો છે. લગ્નનો આ વિડીયો જોયા પછી તમે પેટ પકડીને હસવા લાગશો.

 

View this post on Instagram

 

A post shared by Indian Wedding (@wedus.in)

વિડીયો માં તમે જોઈ શકો છો કે ખુલ્લામાં લગ્ન થઈ રહ્યા છે, ત્યારે જ કંઈક એવું થાય છે કે લોકોમાં અંધાધૂંધી મચી જાય છે. આ વાયરલ વીડિયો wedus.in પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના પર લોકોની ફની પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વિડીયો હવે અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

વિડીયો માં તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ ખુશીનો માહોલ છે, પરંતુ ત્યારે જ એક આખલો ત્યાં આવે છે અને હંગામો મચાવે છે. આખલો પણ લગ્નમાં હાજર લોકોની પાછળ દોડવા લાગે છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, આખલો આવે છે અને લગ્નમાં આવેલા લોકોમાં અફરાતફરી મચી જાય છે.

હાલમાં આ વિડીયોએ સોશિયલ મીડિયા ગાંડું કરી દીધું છે. વિડીયોને જોઇને સૌ કોઈ લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હાલમાં આ વિડીયોને ઘણા લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ આપી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *