ભાજપના વધુ એક નેતાની દાદાગીરી: તક્તીમાં મારૂં નામ કેમ નથી? કહી પરાણે લખાવડાવ્યું!

હજી તો વડોદરામાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મીડિયાકર્મીઓ સાથેની દાદાગીરીનો વિવાદ શાંત નથી થયો ત્યાં વધુ એક ભાજપના નેતાની દાદાગીરી જોવા મળી રહી છે. તક્તીઓમાં…

હજી તો વડોદરામાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મીડિયાકર્મીઓ સાથેની દાદાગીરીનો વિવાદ શાંત નથી થયો ત્યાં વધુ એક ભાજપના નેતાની દાદાગીરી જોવા મળી રહી છે. તક્તીઓમાં પોતાનું નામ ન લખાતા ભાજપના નેતાનો ગુસ્સો આસમને પહોંચી ગયો અને ભાજપના કાર્યકરોને રીતસરના ઉતારી પાડ્યા હતા. ભાજપના અમદાવાદ જીલ્લા પ્રમુખ દાદાગીરી કરતા હોવાનો એક નનામો પત્ર વાયરલ થયો છે. તેમાં ગંભીર રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે.

અમદાવાદ જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે. જેમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. એ પત્રના આક્ષેપને સાચા માનીએ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે. અને એ વાત પણ ચર્ચાઈ રહી છે કે, નેતાઓને પોતાના નામની કેટલી ઘેલછા હોય છે.

જે પત્ર વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, સાણંદ નગરપાલિકા અંતર્ગત રોડ બનાવવાના કામનું અનાવરણ કરવાનું હતું. જેમાં તકતી લગાવવાની હતી તેમાં મારા નામનો ઉલ્લેખ કેમ નથી અન્યના નામો લખાય છે તો મારું નામ કેમ નહિ આ મુજબની દાદાગીરી કરી આર સી પટેલ દ્વારા પોતાનું નામ પણ લખાવડાવ્યું હતું. આટલે થી નહીં અટકતા એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ અંગેની જો કોઈને ફરિયાદ કરવામાં આવી તો આગામી ત્રણ વર્ષ હું જ જીલ્લા પ્રમુખ બનીશ અને બાદમાં પાસા લગાવી દઈશ અને જેલમાં ધકેલી દઈશ.

પત્ર લખનારા વ્યક્તિએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તમે જાતે પણ આ અંગે તપાસ કરાવી શકો છો. હવે સવાલો અનેક ઉઠી રહ્યા છે પરંતુ તેના જવાબ કોઈ પાસે નથી. તો બીજી મહત્વની વાત એ પણ છે કે આ મુજબની જો તેની દાદાગીરી હોય તો તેની સામે હાઈ કમાન્ડે પગલા લેવા પણ જરૂરી બની ગયા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી પ્રદેશ ભાજપની સ્થિતિ ડામાંડોળ થઇ ગઈ છે. ક્યારેક કોઈ ધારાસભ્ય રાજીનામું ધરી રહ્યા છે તો કોઈ ધારાસભ્ય લાફાવાળી કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે હવે ભાજપના નેતાની દાદાગીરી હોવનો પત્ર ફરી રહ્યો છે ત્યારે આ મામલે પ્રદેશ સંગઠન દ્વારા કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.

જે આક્ષેપ પત્રમાં કરવામાં આવ્યા છે તેનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આવી દાદાગીરી આર સી પટેલ કાયમ કરે છે ? શું જીલ્લા સંગઠન પ્રદેશ નેતાગીરીના કહ્યામાં નથી ? શું આર સી પટેલ આવી દાદાગીરી કરે છે તો પ્રદેશ સંગઠન તેની સામે પગલા લેશે ? શું સંગઠનમાં ફેરબદલ કરવાનો છે તેમાં જીલ્લા પ્રમુખ કોણ એ જાતે જ નક્કી કરી રહ્યા છે ? શું દિલ્હી હાઈ કમાંડ દ્વારા કહી દેવામાં આવ્યું છે કે તેને વધુ ત્રણ વર્ષ માટે રીપીટ કરવામાં આવે છે ? શું આવી દાદાગીરી કરવા માટે તેને રીપીટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *