શુટિંગ માંથી પરત ફરતી પુષ્પાની ટીમને નડ્યો ગંભીર અકસ્માત, એકસાથે આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ

Bus Accident of Crew Members of Pushpa 2: મનોરંજન જગતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-ધ રૂલ’ના ક્રૂ મેમ્બર્સનો…

Bus Accident of Crew Members of Pushpa 2: મનોરંજન જગતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-ધ રૂલ’ના ક્રૂ મેમ્બર્સનો અકસ્માત થયો હતો (Bus Accident of Crew Members of ‘Pushpa-2’). સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજે સવારે જ્યારે ફિલ્મના ક્રૂ મેમ્બર્સ શૂટિંગ પૂર્ણ કરીને પોતાની બસમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની બસને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, ક્રૂ મેમ્બરનો આ માર્ગ અકસ્માત તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં થયો હતો.

Bus Accident of Crew Members of ‘Pushpa-2’
હાલમાં જે તાજેતરની માહિતી સામે આવી રહી છે તે મુજબ પુષ્પા ફિલ્મના ક્રૂ મેમ્બર્સ આ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. સારા સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, માત્ર નાની ઈજાઓ થઈ છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ દુર્ઘટના સમયે સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન બસમાં સવાર નહોતા, પરંતુ તેઓ તેમના કાફલામાં હતા.

કેવી જ ઈજાઓ થઇ?
આ જ કારણ છે કે, અલ્લુ અર્જુન આ દુર્ઘટનાનો શિકાર થતા બચી ગયો હતો. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પુષ્પા-2 ફિલ્મના સમગ્ર ક્રૂ મેમ્બર મેરેડુમિલીમાં હતા. ત્યાં તેઓ અલ્લુ અર્જુનના મહત્વના સીન્સના શૂટિંગમાં વ્યસ્ત હતા. પરંતુ, શેડ્યૂલના ઓવરશૂટિંગને કારણે, તે બધા આજે બસ દ્વારા હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન રસ્તામાં આ ઘટના બની હતી. જેમાં ક્રૂ મેમ્બરનો જીવ બચી ગયો, ચોક્કસ ઈજાઓ થઈ છે પરંતુ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જેમ તમે બધા જાણો છો, અલ્લુ અર્જુનની પુષ્પાને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારબાદ ફિલ્મનો બીજો ભાગ લાવવામાં આવી રહ્યો છે જે બોક્સ ઓફિસ પર 2 ડિસેમ્બર 2023ના રોજ સત્તાવાર રીતે રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે, હવે ટ્રેલરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મનોરંજન જગત સાથે સંબંધિત તમામ નવીનતમ સમાચાર વાંચવા માટે અમારી સાથે રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *