પ્રધાનમંત્રી વિરુદ્ધ બોલનાર આ મોટા ઉદ્યોગપતિને 18 વર્ષ જેલવાસ ભોગવવો પડશે- નામ જાણી ચોંકી ઉઠશો

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામરીનો સમગ્ર વિશ્વમાં ફેલાવો કરવાં માટે ચીનને કારણભૂત માનવામાં આવે છે. હાલમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામરીનો સમગ્ર વિશ્વમાં ફેલાવો કરવાં માટે ચીનને કારણભૂત માનવામાં આવે છે. હાલમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે. ચીનનાં અગ્રણી કારોબારી રેન ઝિકિયાંગને ભ્રષ્ટાચારના આક્ષેપ અંતર્ગત કુલ 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

થોડા મહિના પહેલાં કોરોના વાયરસ સંકટનો સામનો કરવાને લઈ રાષ્ટ્રપતિ શી જિનપિંગની એમણે ટીકા કરી હતી. હુઆયુઆન પ્રોપર્ટી કંપનીના ભૂતુપર્વ ચેરમેન રેન ઝિકિયાંગે કુલ 4 આરોપમાં પોતાની ભૂલ માની હતી. ત્યારપછી એમને આ સજા ફટકારવામાં આવી હતી. આની ઉપરાંત રેન ઝિકિયાંગને ચીની રાષ્ટ્રપતિની ટીકા કરવા બદલ કુલ 4.2 મિલિયન યુઆનનો દંડ પણ ભરવો પડશે.

કોર્ટે આપેલ ચુકાદામાં જણાવવામાં આવ્યુ હતું કે, 69 વર્ષનાં રેને સ્વૈચ્છીક રીતે તેમજ દ્રઢતાથી એમના બધાં ગુના સ્વીકાર્યા છે તેમજ કોર્ટના નિર્ણયને લઈ આગળ અપીલ નહીં કરે. ઝિકિયાંગ પર ભ્રષ્ટાચાર તથા પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બેઇજિંગની ઈન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે જણાવતાં કહ્યું કે, ઝિકિયાંગે વર્ષ 2003-’17 દરમિયાન કુલ 132 મિલિયન યુઆનની લાંચ લેવાનો પણ આરોપ રહેલો છે.

રેન ઝિકિયાંગ માર્ચ, 2020માં રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીકા કરતો એક લેખ લખ્યા પછી તેઓ ગુમ થઈ ગયાં હતા. જો કે, એમણે પ્રત્યક્ષ રીતે તો જિનપિંગનું નામ લીધુ ન હતું પરંતુ એવું માનવામાં આવે છે કે, એમના નિશાન પર જિનપિંગ જ હતા. અહી ઉલ્લેખનીય છે કે, રેન ઝિકિયાંગને કમ્યુનિસ્ટ પાર્ટીના વિચારોનો વિરોધી માનવામાં આવે છે.

રેન ઝિંકિયાંગે કોરોના વાઈરસની મહામારીને અંકૂશમાં લેવાને લઈ ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર નિશાન સાંધ્યું હતું. આ આર્ટીકલના પ્રકાશન પછી ઝિકયાંગ પર સસ્પેક્ટેડ સીરિયલ ડિસીપ્લિનરી વાઈલેશન અંતર્ગત તપાસની શરૂઆત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *