Surat Sex Racket News: અલથાણ પોલીસે મોલમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારના બમરોલી રોડ પર સિદ્ધિ વિનાયક પ્લેટીનિયમ મોલના ત્રીજા માળે આવેલી દુકાનમાં કુટણખાનુ ધમધમી રહ્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. દુકાનની આડમાં ચાલતા આ કુટણખાના(Surat Sex Racket News) પર પોલીસે રેઈડ પાડીને 4 મહિલાઓને મુક્ત કરાવી હતી અને મહિલા સહિત બે સંચાલકોની ધરપકડ કરી ફરિયાદ નોંધી હતી.
મળતી માહિતી પાંડેસરા કૈલાશ ચોકડીથી અલથાણ તરફ જતા રોડ પર અનુસાર સિદ્ધિ વિનાયક પ્લેટીનિયમ મોલના ત્રીજા માળે નિલુબેન નામની મહીલા તથા લોહિત યાદવ દુકાનમાં કેટલીક મહિલાઓને દેહવ્યાપાર માટે બોલાવી કુટણખાનું ચલાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી.
પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી રેડ કરી બે સંચાલકોની ધરપકડ કરી છે. પકડાયેલી 4 મહિલાઓને પોલીસે મુક્ત કરી હતી. આ મામલે ACP ઝેડ આર દેસાઈએ તપાસ દરમિયાન મળેલી માહિતી જણાવતા કહ્યું હતું કે સિદ્ધિ વિનાયક પ્લેટીનિયમ મોલમાં બંને આરોપીઓએ પરેશ કનૈયારલાલ શાહ પાસેથી આ મોલની દુકાન ભાડે રાખી હતી અને બંને પાર્ટનરશીપમાં કુટણખાનું ચલાવતા હતા.
આરોપીઓ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડવામાં આવતી હતી દુકાનમાં નાની-નાની રૂમ બનાવીને અહીં દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. હાલ બંને આરોપીઓની ધરપકડ કરીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App