માં લક્ષ્મીની અસીમ કૃપાથી પેઢીઓ સુધી નહીં ખૂટે ધનનો ભંડાર – બસ કરવું પડશે માત્ર આટલું કામ 

Published on: 1:13 pm, Fri, 27 November 20

હાલમાં કોરોનાની સાથે જ મોંઘવારીમાં વધારો થઈ જવાને લીધે ઘણાં લોકો એવું ઈચ્છતાં હોય છે કે, કોઈપણ રીતે એની પાસે રૂપિયા આવતા રહે. હાલમાં લોકોને જલ્સા કરવા છે, કોઈપણ વ્યક્તિ ગરીબ બનીને રહેવા માંગતા નથી. તેથી જ તમામ લોકો પૈસાની પાછળ ભાગતા રહે છે.

કેટલાંક લોકો નસીબ અથવા તો મહેનતના બળ પર પોતાની ગરીબી દુર કરી લેતાં હોય છે પરંતુ કેટલાંક લોકો એવા હોય છે કે, જેઓ ખરાબ નસીબને કારણે રાજામાંથી રંક બની જાય છે. જો તમે પહેલાથી ગરીબ છો? તો કોઈ પણ રીતે જીવવાનું શીખો લો છો પણ તમે પૈસાદારમાંથી ગરીબ બની જાઓ છો તો એડજેસ્ટ થવામાં ખુબ તકલીફ થાય છે.

આ તમામ વાતોને ધ્યાનમાં રાખી અમે આપને એવા ઉપાય જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જેને એકવાર અજમાવ્યા બાદ તમારે પેઢીઓ સુધી ગરીબીનું મોં જોવું પડશે નહી. આ ઉપાયો કર્યા બાદ તમારું નસીબ પૈસાની બાબતમાં હંમેશા સારું રહેશે. આની સાથે જ તમારા કમાયેલા હાલના પૈસા ઓછા નહિ થાય.

તમારું ધન હંમેશા સુરક્ષિત રહેશે. આની માટે આપણે માં મહાલક્ષ્મીની મદદ લેવી પડશે. આપણે જાણીએ છીએ કે, હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. જે માણસમાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે તેને ક્યારેય પણ પૈસાની તકલીફ પડતી નથી. આ જ કારણસર અમારો આ ઉપાય પણ લક્ષ્મીજી પર આધારિત છે. તો આવો જાણીએ છીએ કે, લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવું પડશે?

માતા લક્ષ્મીજીના આ ઉપાય જે કરશે તમારી ગરીબીને દુર:
આની માટે સૌપ્રથમ તમારે શુક્રવારના દિવસે બજારમાંથી એક ચાંદીનો સીક્કો ખરીદવાનો રહેશે. ત્યારબાદ તમારે લક્ષ્મી માતાની સામે ઘીના 2 દીવા પ્રગટાવવાંની સાથે જ એની સામે એક લાલ રંગનું કપડું 3 વાર ફોલ્ડ કરીને પાથરી દો. આ કપડાની ઉપર ઘઉંની ઢગલી બનાવીને એની ઉપર તાંબાના લોટમાં દૂધ ભરીને મૂકી દો.

હવે આ લોટામાં દૂધની અંદર ચાંદીનો સિક્કો નાખીને આ લોટની ઉપર નારીયેલ મૂકી દો. હવે લક્ષ્મીજીની આરતી કરો. આરતી સમાપ્ત થયા બાદ આરતી લક્ષ્મી માંને આપો. બીજી આરતી આ તાંબાના લોટાને આપીને છેલ્લે તમે આરતી લઇ લો. ત્યારબાદ જે લોટામાં દુધ રહેલું છે તેમજ જેની અંદર ચાંદીનો સિક્કો મુકવામાં આવ્યો છે તે તમારા હાથે કાઢી લેવાનો છે.

હવે કાઢેલ સિક્કાને ચરણામૃતની મદદથી ધોઈને સાફ કરો. હવે આ સિક્કાને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરીને એની ઉપર સિંદુર તેમજ ચોખા લગાવીને પૂજા કરવી. ત્યારબાદ તાંબાના લોટામાં રહેલ દૂધ કોઈ પશુને પીવરાવી દો. માતાના ચરણોમાં જે સિક્કો રાખવામાં આવ્યો છે એને તમે રાત આખી ત્યાં રહેવા દો.

બીજા દિવસે આ સિક્કાને તમે તમારી તિજોરી કે કબાટમાં સાચવીને મૂકી દો. આવું કરવાથી તમારા ઘરમાં રહેલ પૈસાની તકલીફ દૂર થઈ થશે. આની સાથે જ ઘરમાં રાખવામાં આવેલ પૈસા ક્યારેય પણ પુરા થશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle