કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને સી.આર પાટીલનું મોટું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ગઈકાલે મોડી સાંજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel MLA) પર હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે…

ગઈકાલે મોડી સાંજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel MLA) પર હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામના બજારમાં કોંગ્રેસી ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલા આ હુમલાના કારણે દક્ષીણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

આ હુમલાને પગલે ભાજપ પર હુમલો કરવાનો આરોપ લગતા હવે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે મોટું નિવેદન આપ્યું છે. સી આર પાટીલે (C R Patil BJP President) ન્યુઝ એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું કે, અનંત પટેલ પર કોઈ હુમલો થયો નથી. તેઓએ સહાનુભુતિ મેળવવા આ નાટક ડ્રામા કર્યું છે. તેમણે અને તેના સમર્થકોએ અમારા જીલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીરની દુકાન સળગાવી દીધી. આસપાસના લોકોના મકાન સળગાવી દીધા. તેમનું ફર્નીચર તોડી નાખ્યું, તેમ છતાં પોલીસે કોઈ કડક પગલા ન લીધા અને સંયમથી કામ કર્યું. તેઓ આ વખતે વાંસદામાં હારી રહ્યા છે એટલે આ નાટક કર્યું છે.

વધુમાં સી આર પાટીલે (C R Paatil) આક્ષેપ કરતા જણાવ્યું કે, અનંત પટેલ વાંસદામાં હારી રહ્યા છે એટલે તાપી પાર રીવર લીનક પ્રોજેક્ટ સરકારે સ્થગિત કર્યો છતાં આદિવાસી ભાઈ બહેનોને અનંત પટેલ ગુમરાહ કરીને આંદોલન કરી રહ્યા છે.

શનિવારે ખેરગામમાં આશરે 5000 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. ટોળાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં પણ તોડફોડ કરી આંગ ચાંપી દીધી હતી. કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ ઘટના બાદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi Tweet) પણ ટ્વીટ કર્યું હતુ કે, આ હુમલો નિંદનીય છે. આજે પણ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે અનંત પટેલ પર પલટવાર કરતા કહ્યું છે કે, આ લોકોએ કોઇ કામ નથી કર્યુ એટલે આદિવાસી પ્રજાને ભડકાવી રહી છે. આ સાથે સનસનીખેજ આરોપ લગાવતા જણાવ્યુ કે, અનંત પટેલ નાટક કરીને દયા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *