કોરોનાને ખુલ્લું આમંત્રણ: નવા નિમાયેલ કેબિનેટ મંત્રીઓ ભૂલ્યા ભાન – કોરોનાની ગાઈડલાઈન્સનાં લીરેલીરા ઉડ્યા

ગુજરાત (Gujarat) માં નવ નિયુક્ત મંત્રીઓ (Ministers) ની તેઓના મત વિસ્તારો તેમજ શહેરો (Cities) માં જન આશિર્વાદ યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ગાંધી જયંતિ…

ગુજરાત (Gujarat) માં નવ નિયુક્ત મંત્રીઓ (Ministers) ની તેઓના મત વિસ્તારો તેમજ શહેરો (Cities) માં જન આશિર્વાદ યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ગાંધી જયંતિ (Gandhi Jayanti) ના દિવસે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) તથા રાજ્ય કક્ષાના મંત્રી મનિષા વકીલ (Manisha lawyer) ની જન આશિર્વાદ યાત્રાનું આયોજન થયું હતું.

આ આયોજનના ભાગ સ્વરૂપે કેબિનેટ મંત્રીની જન આશિર્વાદ યાત્રા વડોદરામાં આવેલ છાણી ગામમાંથી શરુ થઇ હતી. આ ગામમાં ‘સ્વચ્છતા અભિયાન’ સાથે શરૂ થયેલ યાત્રામાં ખુબ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આની સાથોસાથ આ યાત્રામાં કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો.

સ્વચ્છતા અભિયાન પર પાણી ફર્યું:
ઢોલ-નગારા તથા ડી.જે. સાથે નીકળેલી આ યાત્રાનું માર્ગોમાં અનેકવિધ યુવક મંડળો, નાના-મોટા સંગઠનો દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરાયું હતું. કેસરીયા ઝંડાની સાથે તેમજ વાજતે-ગાજતે નીકળેલ યાત્રાને કારણે ઠેર-ઠેર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. ગાંધી જયંતિના દિવસે માર્ગો સ્વસ્છ હોવાની જગ્યાએ ગંદકી જોવા મળી હતી.

આની સાથોસાથ જ એક બાજુ છાણી ગામમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. જયારે બીજી બાજુ કાર્યકરો દ્વારા પતાકા ઉડાવીને માર્ગો પર કચરો કરી દેવામાં આવ્યો હતો. આની સાથોસાથ જ નિયમોના ધજાગરા ખુલ્લેઆમ ઉડી રહ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

ટ્રાફિક જામથી સર્જાઈ મુશ્કેલી: જયારે આ જ રીતે રાજ્ય કક્ષાના મંત્રી મનિષા વકીલની પણ જન આશિર્વાદ યાત્રા હરણી ગામથી શરૂ થઇ હતી. ગાંધી જયંતિ નિમીત્તે ‘સ્વસ્છતા અભિયાન’ સાથે હરણીમાંથી નીકળેલી આ યાત્રામાં ખુબ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તેઓની યાત્રાના સ્વાગત માટે ઠેર-ઠેર સ્ટેજ ઉભા કરાયા હતા.

આની સાથે જ વાજતે ગાજતે મુખ્ય માર્ગો પર નીકળેલ યાત્રાને લીધે ટ્રાફિક વ્યવહાર અસ્તવ્યસ્ત થયો હતો. વાહન ચાલકો ખુબ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. લોકોના આશિર્વાદ લેવા માટે નીકળેલા મંત્રીઓને લોકોના મુક આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું.

લોકો બિન્દાસ્ત રીતે યાત્રામાં જોડાયાં: શહેરમાં આજે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી મનિષા વકીલની નીકળેલ યાત્રામાં કોવિડ-19ની ગાઇડ લાઇનનાં ધજાગરા ઉડ્યા હતા. લોકો માસ્ક પહેર્યા વિના બિનદાસ્ત રીતે યાત્રામાં જોડાઈ ગયા હતા. યાત્રાઓને જોતા એમ લાગી રહ્યું હતું કે, હવે વડોદરામાં કોરોનાએ સંપૂર્ણ વિદાય લઇ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *