5 વર્ષથી પતિ-પત્ની ચલાવતા હતા ગેરકાનૂની ધંધા, બોલાવતા હતા વિદેશી છોકરીઓને…

For 5 years, spouses have been conducting illegal business, calling foreign girls ...

TrishulNews.com

પટણાના સૌથી પોશ વિસ્તાર પાટલીપુત્ર કોલોનીમાં ચાલતા હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સેક્સ રેકેટ વોટ્સએપ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. વિદેશી છોકરીઓને પણ અહીં બોલાવવામાં આવતી. આ કેસમાં પોલીસે પતિ-પત્ની સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

પોલીસને સમાચાર મળ્યા કે ગ્રાન્ડ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ડી -8 પરથી સેક્સ રેકેટ ચલાવવામાં આવે છે. વોટ્સએપ દ્વારા ગ્રાહકોને છોકરીઓની તસવીરો મોકલવામાં આવી હતી અને આ ફ્લેટમાં ગ્રાહકોને બોલાવવામાં આવ્યા હતા.

Loading...

સોમવારે રાત્રે પોલીસે ફ્લેટમાં દરોડા પાડ્યા હતા અને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ ફ્લેટ પરથી પોલીસે મુખ્ય આરોપી સંજીતકુમાર, તેની પત્ની રાણી થાપા અને સુનીલ કુમાર નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.

તમામ આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

પુછપરછ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સંજીતકુમાર પટનાનો રહેવાસી છે, જ્યારે તેની પત્ની રાણી થાપા બોકારોની રહેવાસી છે. સુનીલ કુમાર પણ બોકારાનો રહેવાસી છે.

આરોપીએ પોલીસને જણાવ્યું કે,તે છેલ્લા 5 વર્ષથી આ ફ્લેટ પરથી સેક્સ રેકેટ ચલાવતો હતો. ગ્રાહકો પાસેથી એક કલાક માટે 5 હજાર અને 2 કલાક માટે દસ હજાર વસૂલવામાં આવતા હતા. આરોપીએ જણાવ્યું હતું કે, ગ્રાહકોની માંગ પર દિલ્હી, કોલકાતા અને બાંગ્લાદેશની યુવતીઓને પણ બોલાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...