કિસાનપુત્રી અરુણા પાસે પૈસા નહીં હોવાથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લઈ શકે

Kisanputri Aruna cannot compete in the World Championship as she has no money

સામાન્ય ખેલાડીઓ ટાઈકવાન્ડો રમતમાં જેટલી સફળતા નથી મેળવી તેનાથી બમણી સફળતા પેરા ટાઈકવાન્ડોના ખેલાડીઓએે મેળવી છે. માર્ર્શલ આર્ટનો એક ભાગ ગણાતી આ રમતમાં હરિયાણાની અરુણાએ પેરા કેટેગરીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવેલ છે. તે ભારતની પ્રથમ ગર્લ્સ ખેલાડી છે , વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતેલ છે.

એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં દિવ્યાંગો માટેની ૧૪મી ‘પ્રેરણા’ ઈવેન્ટનો પ્રારંભ થયો છે. જેમાં ભાગ લેનાર હરિયાણાની ૧૮ વર્ષીય ખેડૂતપુત્રી અરુણા કે જે પેરા ટાઈકવાન્ડો રમતમાં વર્લ્ડમાં ચોથા અને દેશમાં પ્રથમ રેન્ક ધરાવે છે. તેના પરિવાર પાસે પૈસા ન હોવાને કારણે ઓક્ટોબરમાં ઈટલીમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લઈ શકે. અરુણાએ કહ્યું કે ક્રિકેટને સૌથી વધુ મહત્વ મળે છે પરંતુ અમને કોઈ સહાય કરતું નથી. ઉલ્લેખનીય છે કે, ‘પ્રેરણા’માં દેશભરના ૩૦૦૦ દિવ્યાંગોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમવાર ઈવેન્ટમાં ભારતીય સાંસ્કૃતિક વારસાની થીમ પર દિવ્યાંગોનો ફેશન શો રાખવામાં આવ્યો છે. ‘પ્રેરણા’ માટે વિદ્યાર્થીઓએ બીનઉપયોગી ચીજવસ્તુઓમાંથી કુરાન, બાઈબલ, ભગવદગીતા, ઝરુખાઓ અને નગાડા બનાવ્યા છે.

યમુનાકુમાર ગામડાના બાળકોને ફ્રીમાં ટાઈકવાન્ડો શીખવાડી રહ્યા

‘પ્રેરણા’માં પેરા ટાઈકવાન્ડોમાં રમતમાં ભાગ લેનાર યમુનાકુમારે રોડ અકસ્માતમાં પોતાનો એક હાથ ગુમાવી દીધો હતો અને ત્યારબાદ સ્વ બચાવ માટે પેરા ટાઈકવાન્ડો રમવાનું શરુ કર્યું હતું.  ઝારખંડના યમુનાકુમાર ગામડાના બાળકોને ફ્રીમાં ટાઈકવાન્ડોની તાલીમ આપી રહ્યા છે. જેમાંથી ૨૫૦ બાળકો તૈયાર થઈ ચૂક્યા છે.  આ બાળકો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવે તે મારુ સ્વપ્ન છે એમ, યમુનાકુમારનું કહેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: