કેપ્ટન વિરાટ કોહલી ફસાયો મોટા વિવાદમાં: રૂપિયા કમાવવાની આડમાં કરી રહ્યો હતો એવું કામ કે… થઇ ગયો મોટો વિવાદ

Published on: 1:11 pm, Thu, 29 July 21

હાલમાં ભારતીય યુવા ટીમ શિખર ધવનની આગેવાનીમાં શ્રીલંકાનો સામનો કરી રહી છે. જયારે ભારતીય સીનીયર ટીમ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટૂંક જ સંયમ ઈંગ્લેંડનો સામનો કરશે. ભારત 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. પરંતુ મહત્વનું છે કે, આ સીરીઝ શરુ થાય તે પહેલા કેપ્ટન વિરાટ કોહલી એક મોટા વિવાદમાં ફસાય ગયો છે.

અમે તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ હાલમાં જ એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. વિરાટ કોહલીએ ઈંસ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી જેમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીનો પ્રચાર કર્યો હતો. આ જાહેરાતમાં તેમણે ઓલંપિક ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલમાં આ પોસ્ટ કરવા પર વિરાટ કોહલીની ભારે ટીકા થઇ રહી છે. જયારે આ પોસ્ટને જોતા એડવર્ટાઈઝીંગ સ્ટાડડર્સ કાઉંસિલ ઓફ ઈન્ડિયાએ વિરાટ પર મોટી કાર્યવાહી કરવાનો મોટો નિર્ણય લીધો છે.

એક રીપોર્ટના જણાવ્યા અનુસાર, એડવર્ટાઈઝીંગ સ્ટાડડર્સ કાઉંસિલ ઓફ ઈન્ડિયા(ASCI)એ વિરાટ કોહલીને એક નોટિસ ફટકારી છે. એડવર્ટાઈઝીંગ સ્ટાડડર્સ કાઉંસિલ ઓફ ઈન્ડિયા(ASCI)એ દિશા-નિર્દેશ અનુસાર પોસ્ટમાં કોઈ પણ પ્રકટીકરણનો સમાવેશ નહોતો જે હવે ફરીજીયાત છે. એડવર્ટાઈઝીંગ સ્ટાડડર્સ કાઉંસિલ ઓફ ઈન્ડિયા(ASCI) હવે જાહેરાત આપનાર અને વિરાટ કોહલીને પત્ર લખશે. જે બાદ કેપ્ટન વિરાટ કોહલી પોતાના દ્વારા કરેલી પોસ્ટ વિષે જવાબ આપવાનો રહેશે.

વિરાટ કોહલીએ પોસ્ટમાં આ વાત લખતા જણાવ્યું હતું કે, વાસ્તવિકતામાં જોઈએ તો, વિરાટ કોહલીએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની એક પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી. આ પોસ્ટમાં વિરાટ કોહલીએ લખ્યું હતું કે, શું શાનદાર રેકોર્ડ છે. ઓલેમ્પિકમાં 10% ખેલાડીઓ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના છે.  હું આશા રાખું છું કે, આગામી સમયમાં લવલી પ્રોફેશન યુનિવર્સિટી ક્રિકેટમાં પણ ખેલાડી મોકલશે. જય હિન્દ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.