વલસાડ હાઇવે પર બેકાબુ થયેલી કાર ડિવાઈડર કુદી પલટી મારી ગઈ, કારમાં સવાર પાંચ લોકો…

Valsad car accident: ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા વલસાડ (Valsad) હાઇવે પરથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વલસાડ હાઇવે (Valsad Highway) પરથી કારમાં પસાર…

Valsad car accident: ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા વલસાડ (Valsad) હાઇવે પરથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વલસાડ હાઇવે (Valsad Highway) પરથી કારમાં પસાર થઈ રહેલા બીલીમોરના પરિવારના કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલકે હાઇવેનો ડિવાઈડર તોડીને સામેની બાજુ કુદાવી અમદાવાદ તરફ જતા ટ્રેક પર કાર પલ્ટી ખાઈ ગઈ હતી.

મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ વાહન ચાલકોએ સમયસર પોતાના વાહનો પર કાબુ મેળવી લેતા મોટો અકસ્માત થતા ટાળ્યો છે. મળેલી માહિતી અનુસાર કારમાં બીલીમોરના પાંચ સભ્યો સવાર હતા તેમાંથી બેને ઇજાઓ થઇ છે તેમને સારવાર માટે 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ઘટનાની જાણ ડુંગરી પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને નડતર રૂપ વાહનો દૂર કરવામાં આવ્યા હતા. વલસાડ હાઇવે પર પસાર થતા બીલીમોરના કેટલાક સભ્યો એક કાર નંબર GJ-21-CC-7736 લઈને કાર ચાલક બીલીમોરથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. 

ત્યારે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવીને સામેની તરફ જતી થી હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈને વલસાડ સ્થાનિક લોકો અને રાહદારીઓ તત્કાલિમ 108 અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. અકસ્માતમાં બે લોકોને ઈજાઓ થઇ હતી જે હાલ હોસ્પીટલમાં સારવાર નીચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *