સુરતનાં સરથાણા વિસ્તારમાં કારની બેટરીમાં શોર્ટ સર્કિટ થવાંથી અચાનક જ ભભૂકી ઉઠી ભીષણ આગ

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે-સાથે રાજ્યમાં આપઘાતની ઘટનામાં તથા હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુઉર્ત શહેરમાંથી અવારનવાર કોઈને…

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે-સાથે રાજ્યમાં આપઘાતની ઘટનામાં તથા હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુઉર્ત શહેરમાંથી અવારનવાર કોઈને કોઈ ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.

સરથાણા નવજીવન સર્કલ પાસે રાત્રે એક કારમાં બેટરીમાં શોર્ટ સર્કિટ પછી આગ લાગતા આખી કાર સળગીને ખાખ થઈ ગઈ હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. કારચાલક સમયસર બહાર નીકળી જતા આબાદ રીતે બચાવ થયો હતો. ઘટનાની જાણ થયા પછી ફાયરના જવાનોએ તાત્કાલિક પહોંચીને બર્નિંગ કાર પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી :
ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે 11:30 વાગ્યે કોલ આવ્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચ્યા પછી કાર ભડભડ સળગતી હતી. લોકોની ભીડની વચ્ચે બર્નિંગ કાર પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. તપાસ કરતા જાણ થઈ કે, કારનો નંબર GJ-05-JP-4989 હતો.

આખી કાર બળીને ખાખ થઈ ગઈ :
કાર ચાલક કીશન રાબડીયા જણાવતાં કહે છે કે, કાર મારા મિત્ર પ્રદીપભાઈની હતી. હું વરાછા મહાવીર ચોકથી શ્યામધામ તરફ જઇ રહ્યો હતો. અચાનક જ બોનેટમાંથી ધુમાડો નીકળતાં આગ લાગી ઊઠી હતી. તાત્કાલિક કાર રોડ બાજુએ દબાવીને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બેટરીમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું હતું. ગણતરીની મિનિટોમાં જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *