દમણથી સુરત આવતી દારૂ ભરેલી કાર પલટતા બોટલો લેવા ઉમટ્યા રાહદારીઓ- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad) જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે(Dungaree National Highway) પર આજે દિન દહાડે દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. દમણથી સુરત(Daman to Surat) બાજુ જઈ રહેલી…

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad) જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે(Dungaree National Highway) પર આજે દિન દહાડે દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. દમણથી સુરત(Daman to Surat) બાજુ જઈ રહેલી એક ક્રેટા કાર પલટી મારી ગયા બાદ રસ્તા પર જ દારૂની રેલમછેલ થતા રાહદારીઓએ મોકો ઝડપીને દારૂની બોટલો લઈને ચાલવા લાગ્યા હતા. રાજ્યમાં સખ્ત દારૂબંધી હોવા છતા લોકોએ દારૂની બોટલો લેવા માટે રીતસરની પડાપડી કરી હતી અને જેનો વિડીયો પણ હાલ વાઈરલ થઇ રહ્યો છે. પોલીસ દારૂની હેરાફેરી કરી રહેલા કારચાલકોની સાથે સાથે વિડીયોમાં દેખાતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

રસ્તા પર દારૂની રેલમછેલ, બોટલો લેવા માટે પડાપડી:
દમણ બાજુથી GJ05-GO-7205 નંબરની ક્રેટા કાર પુરપાટ ઝડપે ડુંગરી નેશનલ હાઈવે પરથી જઈ રહી હતી. ડુંગરી બ્રિજ ઉતરતા સમયે કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. કારમાં સવાર લોકોને તો સામાન્ય ઈજા થઈ હતી અને  દારૂના જથ્થા સાથેની કાર મૂકીને ભાગી ગયા હતા.

રસ્તા પર દારૂની રેલમછેલ થતા જ કેટલાક રાહદારીઓ નજીક દોડી આવ્યા હતા અને હાથમાં જેટલી બોટલો આવી એટલી લઈને ચાલવા લાગ્યા હતા. લોકોએ પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જ દારૂની બોટલો લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. જે પ્રકારના દ્રશ્યો વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકો છો.

દારૂની બોટલો લેવા કરાયેલી પડાપડીનો વિડીયો વાઈરલ:
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. તેમાં 20 કરતા વધારે લોકો દારૂની બોટલો લેવા ગાંડા થયા હતા.એટલું જ નહિ પરંતુ મોડા પહોંચેલા કેટલાક લોકો તો કારની અંદર ડોકિયું કરતા પણ નજરે ચડ્યા હતા. એટલે કે, અંદર એકાદ-બે બોટલ રહી ગઈ હોય તો તે પણ લઈ જવાય. સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહેલા આ વિડીયોને જોઈ લોકો હસી રહ્યા છે. તો સાથે દારૂબંધીના કાયદાને લઈને પણ સરકાર સમક્ષ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *