ત્રણ વર્ષ મંત્રીપદ ભોગવી લીધું- સુપ્રીમ સુધીના ધમપછાડા પણ મંત્રી ચુડાસમાને બચાવી ન શક્યા

Published on Trishul News at 12:00 PM, Tue, 12 May 2020

Last modified on May 12th, 2020 at 12:00 PM

ઉલ્લેખનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલના રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારની હરાવી નજીવા મતથી જીત મેળવી હતી. જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં આ ચૂંટણીમાં ગેરરીતિ અચરાઇ હોવાના આક્ષેપ સાથે આ અરજી કરવામાં આવી હતી. જેનો ચુકાદો હાઇકોર્ટે આજે આપી દીધો છે,ગુજરાતના શિક્ષણ અને કાયદા મંત્રી અને ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ઝટકો, 2017 ધોળકા બેઠકની ચૂંટણી હાઇકોર્ટે રદ્દ જાહેર કરી. હાઇકોર્ટે વોટ્સની ગણતરી મુદ્દે કર્યું અવલોકન. મતની ગણતરીમાં 429 પોસ્ટલ વોટ ગેરકાયદેસર રીતે બાકાત રખાયા હતા.જેને લઇ ને ચુંટણી રદ્દ થતા તેમને પોતાનું પદ ગુમાવવું પડશે.

મંત્રી ચુડાસમા સારી રીતે આ વાત જાણતા અને સમજતા હોવા છતાં નૈતિક્તાથી રાજીનામું પણ ન આપ્યું હતું અને મંત્રી પદ લેવાની પણ ના પાડી નહોતી. હવે હાઇકોર્ટે ચુકાદો આપતા તેમને મંત્રીપદ થી હાંકી કાઢવા પડશે તેવું કહેવામાં અતિશયોક્તિ નથી. ઉલ્લેખનીય છે કે પોતાની સામે થયેલી ફરિયાદ દુર કરવા મંત્રી ચુડાસમાએ સુપ્રીમ કોર્ટ સુધી ધમપછાડા કર્યા હતા છતાં પોતાનું મંત્રીપદ જાળવી શક્યા નથી.

શું છે મામલો

ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા.

ચૂંટણી પંચના નિયમ અનુસાર EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVMની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "ત્રણ વર્ષ મંત્રીપદ ભોગવી લીધું- સુપ્રીમ સુધીના ધમપછાડા પણ મંત્રી ચુડાસમાને બચાવી ન શક્યા"

Leave a comment

Your email address will not be published.


*