ઉમરગામમાં સિરિયલમાં રોલ આપવાની લાલચે દિલ્હીની યુવતી સાથે થયું આવું…

The temptation to roll a serial in Umergam happened with a Delhi girl ...

788
TrishulNews.com

ઉમરગામમાં ટીવી સિરિયલના શૂટિંગમાં મેન રોલ મળવાની આશા સાથે આવેલી દિલ્હીની યુવતી અને માતાએ એક યુવતી અને બે યુવક ઉપર કેટલાક ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ કરતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. યુવતીને કેરેક્ટર રોલ અપાવવા દલાલે તેણીની છેડતી બાદ બીભત્સ માંગણી કરી અને અન્ય બે ઇસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી છે.

તસ્વીરો પ્રતીકાત્મક છે

સહ અભિનેત્રી સાથે યુવક ફ્લેટમાં ઘૂસી ગયા

હાલ ઉમરગામના ગોપી એપાર્ટમેન્ટમાં રહેતી 20 વર્ષની કરીના (નામ બદલ્યું છે ) મૂળ રહે. દિલ્હીએ ઉમરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, થોડા સમય પહેલા દિલ્હીથી ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં રાધા કૃષ્ણા ટીવી સિરિયલમાં કામ કરવા તેની માતા સુનિતા સાથે સંદીપ નામક કોઓર્ડિનેટરના સંપર્કથી આવી હતી. સંદીપે ઉમરગામમાં એક ફ્લેટમાં રહેવાની સગવડ કરી આપી હતી. ફ્લેટમાં બે રૂમ હોવાથી એક રૂમમાં યુવતી તેની માતા સાથે રહેતી હતી અને બીજી રૂમમાં અન્ય યુવતીઓ રહેતી હતી જેઓ સિરિયલમાં કામ કરે છે. શનિવારે કરીનાને તાવ આવતા શૂટિંગમાં ગયેલી નહીં અને માતા સાથે ફ્લેટમાં હતી. ફરિયાદી કરીના ફ્લેટના બાથરૂમમાં નહાતી હતી ત્યારે વિદૂશી નામની અભિનેત્રી સાથે કમલેશ ખટિક નામક યુવકે કરીના ક્યાં છે તેવું ફરિયાદીની માતાને પૂછતા તે નહાવા ગયી હોવાનું જણાવ્યું હતું.

યુવતી અને તેની માતાને માર પણ માર્યો હતો

કમલેશે બાથરૂમનો દરવાજાને જોરથી ધક્કો મારી ખોલી નાખેલ તે સમયે કરીનાએ કપડાં પણ પહેરેલા ન હતા. દરવાજો ખોલતા તેની માતા આવી જતાં વિદૂશી સોની અને કમલેશે ફરિયાદી અને તેની માતાને લાત તથા ઢીકમુક્કીનો માર મારવા લાગેલ ત્યારે તેઓએ બૂમાબૂમ કરતાં સોસાયટીના માણસો ભેગા થઇ ગયા હતા. કોઓર્ડિનેટર સંદીપને ફોન કરીને બોલાવી હકીકત જણાવી હતી. ત્યારે સંદીપે સામેવાળાને ટોકવાના બદલે કરીના અને તેની માતા સંગીતા ઉપર ગુસ્સો કરી નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા માતા સંગીતાએ કંટ્રોલ 100 નંબર ઉપર સંપર્ક કરી પોલીસને જાણ કરતાં સંદીપ ત્યાંથી ચાલી ગયો હતો.

ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

સંદીપે બે ત્રણ દિવસ પહેલા તેના મિત્રની બર્થ ડે પાર્ટીમાં કરીનાની છાતી ઉપર હાથ ફેરવી બીભત્સ માંગણી કરી હતી. કહેવા લાગેલ કે શૂટિંગ લાઇનમાં તો બધું જ ચાલે, ટીવી સિરિયલમાં સારો રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. ત્યારે કરીનાએ કહ્યું હતું કે, હું એવી છોકરી નથી. તે વાતને લઇ તે ક્રોધિત હતો. હાલમાં જ રાધાકૃષ્ણા ટીવી સિરિયલમાં કરીનાને રાધાની સખીનો રોલ મળતા સહ અભિનેત્રી વિદૂશી સોની નારાજ થઈ હોવાથી કમલેશ ખટિક નામક વ્યક્તિ સાથે વિવાદ કર્યો હતો. તેમજ સંદીપે કરીના સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું કહી શારીરિક અડપલાં કર્યા હોવાથી ઉમરગામ પોલીસમાં ત્રણ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ કરતાં ઉમરગામ પોલીસે કલમ 354(ગ), 323,504,506 (2), 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ

ઉમરગામ પોલીસ મથકના પીઆઈ પી.એમ. પરમારે જણાવ્યું હતું કે, સ્ટુડિયોમાં કામ કરતી યુવતીની ફરિયાદ મળી છે. ફરિયાદ આધારે કાર્યવાહી ચાલું છે. આ ગુનાના ત્રણ આરોપીની ધરપકડ કરીને તેમના નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ફરિયાદી યુવતીના નિવેદનો પણ લેવાયા છે.

Loading...

Loading...