બે મહિનાના લાંબા સમય બાદ સુરતનો કોઝ વે ખુલ્લો મુકાયો- લાખો લોકોને મળશે ટ્રાફિકથી રાહત

Published on: 2:03 pm, Wed, 3 November 21

ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઉકાઈ ડેમ ની સપાટી વધતા ડેમ તંત્ર દ્વારા આઉટફલો વધવાના કારણે સુરતનો વિયર કમ કોઝવે વાહન અવર જવર માટે બંધ કરાયો હતો. પરંતુ હવે સુરતના રાંદેર અને વેડરોડ નો જોડતો કોઝવે ખુલ્લો મુકાયો છે જેથી રહેવાસીઓને ચોક બજાર કે વેડરોડ નો ચકરાવો નહિ ખાવો પડે.

ભૂતકાળમાં ઉકાઈ ડેમ માથી સતત પાણી છોડવામાં આવતા કોઝવે 2 મહિના થી વધુ સમય માટે બંધ હતો. દરવર્ષે ચોમાસા દમ્યાન ઉકાઈ ડેમ ની જળસપાટી વધતા આ કોઝવે બંધ કરવામાં આવતો હોય છે. કોઝ વે ચાલુ થતા લોકો એ રાહત નો શ્વાસ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati સુરત