જો વારંવાર માઉથવોશનો ઉપયોગ કરતા હો તો સાવધાન , બ્લડ પ્રેશરને અસર કરી શકે છે.

Published on Trishul News at 11:46 AM, Sun, 8 September 2019

Last modified on September 8th, 2019 at 11:46 AM

ઓરલ હેલ્થ અને હાઇજીન એટલે કે સ્વચ્છતા પર વધુ ધ્યાન આપતા એવા ઘણા લોકો જોયા હશે, જેઓ બ્રશની સાથે માઉથવોશનો પણ બહુ ઉપયોગ કરતા હોય છે. કંઈપણ ખાધા પછી મોઢું સાફ કરવા લોકો માઉથવોશથી કોગળા કરતા હોય છે. આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જો તમે બ્લડ પ્રેશર ઘટાડવા માટે કસરત કરતા હો તો તેનો ફાયદો ત્યારે ઓછો થઈ જાય છે જ્યારે તમે માઉથવોશથી મોઢું સાફ કરી નાખો છો. આ અભ્યાસમાં કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ એટલે કે હૃદયનાં સ્વાસ્થ્ય માટે મોંઢામાં રહેલા બેક્ટેરિયાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

આ અભ્યાસ રેડિકલ બાયોલોજી એન્ડ મેડિસિન નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સાથે આ અભ્યાસનાં માધ્યમથી એ સલાહ પણ આપવામાં આવી છે કે , હેલ્થ પ્રોફેશનલ્સ એટલે કે ડોક્ટર જ્યારે દર્દીઓનું હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા કસરત કરવાની સલાહ આપતા હોય ત્યારે તેમણે સાથે દર્દીનાં ઓરલ એન્વાયર્નમેન્ટનું પણ ધ્યાન રાખવું જોઇએ. આ અભ્યાસ માટે સંશોધકોએ 23 હેલ્ધી પુખ્ત વયના લોકોને 2 અલગ-અલગ રીતે કુલ 30 મિનિટ માટે દોડવાનું કહ્યું, ત્યારબાદ આશરે 2 કલાક સુધી આ પ્રતિભાગીઓની શારીરિક તપાસ કરવામાં આવી.

દોડવાની બંને રીતમાં દરેક પ્રતિભાગીને એક્સર્સાઇઝના 30, 60 અને 90 મિનિટ પછી એન્ટિ-બેક્ટેરિયલ માઉથવોશથી મોં ધોવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ તેમનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું. તેમજ સલાઇવા સાથે કસરત પહેલાં અને કસરત કર્યાંના 2 કલાક પછી નમૂનો પણ લેવામાં આવ્યો. જ્યારે પ્રતિભાગીઓએ માઉથવોશથી મોંઢું ધોયું તો તેમનાં એવરેજ સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં તફાવત જોવા મળ્યો.

2 કલાક પછી કસરતની અસર પૂરી થઈ ગઈ

અભ્યાસનાં પરિણામોથી જાણવા મળ્યું કે, કસરત દ્વારા બ્લડ પ્રેશર ઓછું કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમાં માઉથવોશનો ઉપયોગ કરવાને કારણે કસરત કર્યાંના એક કલાક પછી તેની અસર 60% સુધી થઈ ગઈ હતી અને 2 કલાક પછી સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જો વારંવાર માઉથવોશનો ઉપયોગ કરતા હો તો સાવધાન , બ્લડ પ્રેશરને અસર કરી શકે છે."

Leave a comment

Your email address will not be published.


*