ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સાવચેતી: કોરોના વાયરસથી બચવા માટે આટલી સાવચેતી જરૂર રાખો

Caution: Use caution to avoid corona virus

ચીનમાં વુહાન શહેરમાં ફેલાયેલો કોરોના વાયરસ હવે દુનિયામાં પણ ફેલાઈ રહ્યો છે. જો કે અત્યાર સુધી આ વાયરસ વિશે એવું માનવામાં આવી રહ્યું હતું કે, તે એક વ્યક્તિથી બીજામાં ચેપ લાગતો નથી. પરંતુ તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, ખૂબ નજીક રહેવાથી અને એક-બીજાની સાથે વસ્તુઓ શેર કરવાથી કોરોના વાયરસ ફેલાવવાની સંભાવવાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. જો કે, હવે ચીનની તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, આ વાયરસ માણસ થી માણસમાં ટ્રાન્સફર થાય છે. તેથી કોરોના વાયરસથી બચવા માટે મુસાફરી કરતા સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પરંતુ એક વાત જે આ વાયરસ વિશે ખૂબ સ્પષ્ટ છે કે તે એક માંસ અને ખાસ કરીને સી-ફૂટ ખાવાથી ફેલાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે પ્રાણીઓમાં આ વાયરસ જોવા મળે છે પરંતુ હવે તે માણસ થી માણસમાં ફેલાય છે. એટલા માટે દેશની બહાર જતા અને દેશમાં રહેતા લોકોએ સી-ફૂ઼ડ ન ખાવાની વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે. ખાસ કરીને જેઓ દરિયા કિનારા પાસે આવેલા વિસ્તારોમાં રહે છે.

શું છે આ વાયરસના લક્ષાણો?

કોરોના વાઈરસના દર્દીઓમાં શરદી, ખાંસી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તેમજ તાવ જેવા શરૂઆતી લક્ષણો દેખાય છે. ત્યારબાદ આ લક્ષણ ન્યુમોનિયા માં બદલાઈ જાય છે અને કિડનીને નુકસાન પહોંચાડે છે. દશામાં ગંભીર પ્રકારનો ચેપ લાગી જાય છે. હજુ સુધી આ વાઇરસ માંથી મુક્તિ મેળવવા માટે કોઇ વેક્સિન બનાવવામાં આવી નથી.પરંતુ તેના લક્ષણોના આધારે ડોક્ટરો તેના ઇલાજમાં બીજી જરૂરી દવા નો ઉપયોગ કરી રહ્યા છે. જોકે આ ની દવા હજુ મળી નથી.

કોરોના વાયરસ થી બચવાના ઉપાયો

પોતાના હાથ સાબુ તથા પાણી કે આલ્કોહોલ યુક્ત હેન્ડ વોશ થી સાફ કરો.

ખાંસી કે છીંક આવતા સમયે તમારું નાક અને મોઢું રૂમાલ વડે ઢાંકી દો.

જેમને શરદી કે ફ્લુ જેવા લક્ષણો હોય તેમની સાથે નજીકથી સંપર્ક બનાવવાનું ટાળો.

આ ઉપરાંત ખાવાની ચીજ વસ્તુઓ ને સારી રીતે બનાવો, બને ત્યાં સુધી માંસ અને ઇંડા ખાવા નું ટાળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.