જનતા માર્કેટમાં લૂખાતત્વોનો આંતક: મોબાઈલ વેપારીને માર્યો ઢોર માર- મારામારીના live દ્રશ્યો કેમેરામાં કેદ

સુરત(ગુજરાત): આજકાલ સુરતમાં ખુલ્લેઆમ લુખ્ખાતત્વોની દાદાગીરી સતત વધી રહી છે. સુરતની જનતા માર્કેટમાં જૂના નવા મોબાઈલનો કારોબાર ચાલે છે. જાણવા મળ્યું છે કે, જનતા માર્કેટના…

સુરત(ગુજરાત): આજકાલ સુરતમાં ખુલ્લેઆમ લુખ્ખાતત્વોની દાદાગીરી સતત વધી રહી છે. સુરતની જનતા માર્કેટમાં જૂના નવા મોબાઈલનો કારોબાર ચાલે છે. જાણવા મળ્યું છે કે, જનતા માર્કેટના વેપારીઓ દ્વારા ગ્રાહકો લાવનારને કમિશન આપવામાં આવતું હોય છે. જોકે, માથા ભારે ગણાતા ઈલ્યાસ મેમણના બે પુત્રો દ્વારા ગ્રાહકોને દુકાનમાં મોકલ્યા બાદ દુકાનદાર દ્વારા ગ્રાહકોને ભગાવી મૂકાતા હોવાના આક્ષેપ સાથે બબાલ કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે એક, મોબાઈલના દુકાનદારને બન્ને ભાઈઓએ સાથે મળીને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ દુકાનદારે બન્ને માથાભારે ભાઈઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. કમિશનથી ગ્રાહક લાવવાના ઝઘડામાં માથાભારે અને ઇલ્યામ મેમણના બે પુત્રો દ્વારા જનતા માર્કેટમાં મોબાઇલના દુકાનદારને ફટકારવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત વેપારી આરીફ મીયાં ઘાસવાલાને સુરત જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં આ યુવાને ભાગા તળાવ અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતાં ઐયુબ ઇલ્યાસ મેમણ અને ફરીમ ઇલ્યાસ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મોબાઈલની દુકાન બહાર પટ્ટાની દુકાન ધરાવતાં બન્ને ભાઇઓ મોબાઇલ ખરીદવા ઇચ્છુક ગ્રાહકોને વેપારીઓની દુકાને લઇ આવતા હતાં.

જોકે, ગ્રાહકોને આ વેપારી ભગાવી દેતો હોવાનો આક્ષેપ કરતાં બંને ભાઇઓ દ્વારા મારામારી કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ દુકાનના CCTV કેમેરામાં કેદ થઇ જવા પામ્યો હતો. પોલીસ દ્વારા બંને ભાઇઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ બંને ભાઇઓના પિતાની ભૂતકાળમાં ટાડામાં ધરપકડ થઇ હોવાનું પણ સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *