રાજકોટમાં ચાર દિવસમાં બીજી વખત ચોરીની ઘટના- જુઓ કેવી રીતે સોની બજારમાં ચાર કિલો ચાંદીની થઇ ચોરી

Published on Trishul News at 6:41 PM, Sat, 31 July 2021

Last modified on July 31st, 2021 at 6:46 PM

રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો છે. તસ્કરો લુંટ માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. હવે તો લુંટમાં મહિલાનો સમાવેશ પણ હોય છે. આ દરમિયાન, રાજકોટની બજારમાં ફરી એક વખત દુપટ્ટા ગેંગનો આતંક સામે આવ્યો છે. દુપટ્ટા ગેંગની ચાર જેટલી મહિલાઓ દ્વારા સોની બજારમાં આવેલ શક્તિ જ્વેલર્સમાં ચારથી પાંચ કિલો ચાંદીના દાગીનાના ડબ્બાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન, ફરી એક વખત રાજકોટ શહેરની સોની બજારમાં ધોળા દિવસે ચોરીની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થવા પામી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરની સોની બજારમાં શક્તિ જ્વેલર્સ નામે દુકાન આવેલી છે. જે દુકાનમાં ખરીદીના બહાને ચાર જેટલી મહિલાઓ દુકાનમાં પ્રવેશી હતી. ત્યારબાદ ચાર પૈકી એક મહિલાએ વેપારીને ખરીદી મામલે પોતાની વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. જ્યારે કે અન્ય બે મહિલાઓ દ્વારા ચોથી મહિલા ચોરી કરી શકે અને વેપારીની નજર ચોરી કરતા સમયે મહિલા પર ના પડે તે બતનું ધ્યાન રાખ્યું હતું.

સમગ્ર મામલે ફૂટેજમાં પણ સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કઇ રીતે ચોથી મહિલા દ્વારા ચાંદીના દાગીનાની તિજોરીમાંથી ચોરી કરવામાં આવી રહી છે. કઈ રીતે સિફતાઈ પૂર્વક તે ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. સમગ્ર મામલે દુકાનના માલિક અનિલ મૂંધવા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવા બાબતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોની બજારમાં માત્ર ચાર દિવસ અગાઉ જ સોની વેપારી નું સીતેર તોલા સોનું લઇ બંગાળી મેનેજર ફરાર થઈ ગયો હોવાની ઘટના પણ સામે આવી હતી.

સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી માત્ર અરજીના આધારે જ તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના સોની બજારમાં અવારનવાર ચોરી તેમજ છેતરપિંડીના કિસ્સાઓમાં આવતા રહેતા હોય છે. પોલીસ દ્વારા પણ નક્કર કામગીરી કરવામાં આવે તે પ્રકારનું સુર સોની વેપારીઓમાં ઉઠવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "રાજકોટમાં ચાર દિવસમાં બીજી વખત ચોરીની ઘટના- જુઓ કેવી રીતે સોની બજારમાં ચાર કિલો ચાંદીની થઇ ચોરી"

Leave a comment

Your email address will not be published.


*