હે ભગવાન આ તો કેવી કસોટી! બિપિન રાવત અને 12 શહીદોના પાર્થિવ શરીરને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત

Published on Trishul News at 4:59 PM, Thu, 9 December 2021

Last modified on December 9th, 2021 at 4:59 PM

CDS જનરલ બિપિન રાવત(CDS General Bipin Rawat), તેમની પત્ની મધુલિકા રાવત(Madhulika Rawat) અને અન્ય 11 મૃતકોના પાર્થિવ દેહને લઈ જતી એમ્બ્યુલન્સમાંથી એક અકસ્માત(Ambulance accident)નો ભોગ બની છે. ગુરુવારે સવારે જ મૃતકોના મૃતદેહને વેલિંગ્ટનથી મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર લાવવામાં આવ્યા હતા. તેમના મૃતદેહોને રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ પર લઈ જવામાં આવી રહ્યા હતા જ્યારે કાફલામાંની એક એમ્બ્યુલન્સે તેનું સંતુલન ગુમાવ્યું અને બેકાબૂ રીતે પહાડી સાથે અથડાઈ. હાલ આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

વાસ્તવમાં આ દુર્ઘટના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ જવાના માર્ગ પર મેટ્ટુપલયમ પાસે બની હતી. આજે સાંજ સુધીમાં સુલુર એરબેઝથી મૃતદેહને એરલિફ્ટ કરવામાં આવશે.

મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી:
દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિયા રાવત અને 11 અન્ય સૈન્ય કર્મચારીઓ અને અધિકારીઓ બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ મૃતકોના મૃતદેહોને વેલિંગ્ટન મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, આ મૃતદેહોને ગુરુવારે સવારે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. રેજિમેન્ટર સેન્ટરમાં શ્રદ્ધાંજલિ સભા બાદ હવે આ મૃતદેહોને દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે.

ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી:
તે જ સમયે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તમિલનાડુની ટીમ કુન્નુર નજીક દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, જ્યાં બુધવારે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સિવાય ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુર પાસે હેલિકોપ્ટર ક્રેશ સ્થળ પર પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "હે ભગવાન આ તો કેવી કસોટી! બિપિન રાવત અને 12 શહીદોના પાર્થિવ શરીરને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત"

Leave a comment

Your email address will not be published.


*