સારંગપુર મંદિરનો 106 માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી, પ્રમુખ સ્વામીનું પ્રિય સ્થાન હતું આ મંદિર

ગુજરાત(Gujarat): BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ(Mahant Swami Maharaj)ના આશીર્વાદથી આજરોજ સારંગપુર(Sarangpur) મંદિરનો 106મો પાટોત્સવ આનંદપૂર્વક ઉજવાયો હતો. 1916 માં વૈશાખ સુદ 6 ના…

ગુજરાત(Gujarat): BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ(Mahant Swami Maharaj)ના આશીર્વાદથી આજરોજ સારંગપુર(Sarangpur) મંદિરનો 106મો પાટોત્સવ આનંદપૂર્વક ઉજવાયો હતો.

1916 માં વૈશાખ સુદ 6 ના રોજ, અનંત અવરોધો અને અકલ્પનીય મુશ્કેલીઓ વચ્ચે, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ દ્વારા સારંગપુરના દિવ્ય BAPS મંદિરને પવિત્ર કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણની ઇચ્છા પૂરી કરવામાં આવી હતી.

વર્ષ 2016 માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેમના પ્રિય સારંગપુર મંદિરની શતાબ્દીની ભવ્યતા સાથે ઉજવણી કરી હતી.

પ્રમુખસ્વામી મહારાજ 19મી સદીના મહાન સંતવિભૂતિ હતા. ઇ.સ.1907માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રી અક્ષર પુરષોતમ મહારાજની બોચાસણ મંદિર ખાતે કરીને BAPS સંસ્થાની સ્થાપના કરી હતી.

સ્થાપના સમયે શાસ્ત્રીજી મહારાજ સાથે વેઢે ગણાય એટલા જ સંતો હતા, જે આજે એક વિરાટ વટવૃક્ષ બનીને વિશ્વના 45 કરતા પણ વધારે દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને “હમેશા બીજાના ભલા માં આપણું ભલું છે” પ્રમુખસ્વામીના સૂત્રની સુવાસ ફેલાવી રહ્યું છે.

ભગવાન સ્વામિનારાયણના જીવનમંત્ર “બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ.” ને ચરિતાર્થ કરતાં સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પરમ પૂજ્ય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે પોતાના 95 વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યાં છે.

17 રાજ્યોના 24 લાખથી પણ વધારે ઘરોમાં પારિવારિક શાંતિ અભિયાન:
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે તેમના અદભુત કાર્યથી પ્રેરણા લઇને પારિવારિક શાંતિ અભિયાન ચલાવવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ પારિવારિક શાંતિ અભિયાન હેઠળ BAPS સ્વામિનારાયણ સંસ્થાના 72 હજારથી વધુ સ્વયંસેવકોએ 17 રાજ્યોના 24 લાખથી વધુ ઘરોમાં પારિવારિક શાંતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

અમે તમને જણાવી દઈએ કે, BAPS પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત દેશના 17 રાજ્યોના 10,012 ગામડા-શહેરોનું પરિભ્રમણ કરી 24 લાખથી વધુ પરિવારના 60,57,635 લોકોને પારિવારિક શાંતિની પ્રેરણા આપવામાં આવી છે. આ પારિવારિક શાંતિ અભિયાન દરમિયાન 4,24,696 પરિવારોએ ઘરસભાનો સંકલ્પ કર્યો છે જ્યારે 10,28,560 પરિવારોએ ઘરમાં સમૂહ પ્રાર્થનાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તો 19,38,375 પરિવારો દ્વારા દિવસમાં એકવાર સમૂહ ભોજન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *