ભારતની ભવ્ય જીત થતા સુરતમાં દિવાળી જેવો માહોલ- અડધીરાતે લોકોએ હાથમાં તિરંગા લઈને ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન 

Published on Trishul News at 12:53 PM, Tue, 12 September 2023

Last modified on September 12th, 2023 at 12:57 PM

Celebrations in Surat after India won the match: એશિયા કપ 2023 ની મેચ ધામધૂમથી ચાલી રહી છે. ત્યારે ગઈકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાયો હતો. જેમાં ભારતે પાકિસ્તાનને 228 રનથી કારમી હાર આપી હતી. ભારત મેચ જીતતાની સાથે જ દેશભરમાં અડધી રાતે લોકો રોડ પર ઉતરી વિજયનો જશ્ન મનાવતા જોવા મળ્યા હતા.(Celebrations in Surat after India won the match) ત્યારે સુરતના ભાગળ વિસ્તારમાં પણ ભારતની જીત થતા દિવાળી જેવો માહોલ જામ્યો હતો.

સુરતના ભાગળ વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ લઈને લોકો રોડ પર જશ્ન માટે આવી પહોચ્યા હતા. સુરતીલાલાઓએ લાખોના ફટાકડા ફોડી આતશબાજી કરી ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં સમગ્ર કોટ વિસ્તાર પર લોકોની જનમેદની ઉમટી આવી હતી. હજારોની સંખ્યામાં ભેગા થયેલા લોકોએ ભારત માતાના જયઘોષથી જીતની ઉજવણી કરી હતી. ડીજેના તાલે લોકો ઝુમી ઊઠ્યા હતા.

આવું પહેલી વાર નથી બન્યું કે, ભારત પાકિસ્તાનની મેચ વચ્ચે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. જ્યારે-જ્યારે ભારત પાકિસ્તાનની મેચ રમવાની હોય ત્યારે સુરતીલાલાઓ કંઈક અલગ જ મૂડમાં જોવા મળતા હોય છે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં જ્યારે પણ ભારતની જીત થાય છે ત્યારે દરવખતે સુરતમાં લોકો જીતનો જસને બનાવતા જોવા મળતા હોય છે. અત્યારે આ વખતે પણ ભારતની જીત થતા મોટી સંખ્યામાં જુના કોટ વિસ્તાર પર હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી આવી હતી અને હાથમાં તિરંગો લઇને રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ભારત માતાના જયઘોષ સાથે ઉમળકાભેર જીતની ઉજવણી કરી હતી.

એશિયા કપમાં ગઈકાલે કોલંબો ખાતે રમાયેલી ભારત પાકિસ્તાનની મેચમાં ભારતે 228 રનથી પાકિસ્તાનને હરાવી દીધું હતું. જેમાં ભારતીય ટીમના ચાર ટોપ પ્લેયરની શાનદાર ઇનિંગ્સ અને કુલદીપ યાદવની ધારદાર બોલિંગ જોવા મળી હતી. વિરાટ કોહલી અને KL રાહુલે સદી ફટકારી દીધી હતી. ત્યારે મોટી સંખ્યામાં વિરાટ કોહલીના ફેન સુરતના ભાગોળ ખાતે વિજય ઉત્સવ મરાવવા આવી પહોંચ્યા હતા.

Be the first to comment on "ભારતની ભવ્ય જીત થતા સુરતમાં દિવાળી જેવો માહોલ- અડધીરાતે લોકોએ હાથમાં તિરંગા લઈને ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન "

Leave a comment

Your email address will not be published.


*