છેલ્લા 118 વર્ષથી પ્રકાસ આપી રહ્યો છે આ બલ્બ, જાણો કયા મળે છે આવા બલ્બ ?

સામાન્ય રીતે, કોઈપણ ઇલેક્ટ્રિક બલ્બ ખરીદતી કંપનીઓ તેના પર એક વર્ષ અથવા એકાદ બે કંપનીઓં ભાગ્યે જ બેથી ત્રણ વર્ષની ગેરંટી આપે છે. જો કે…

સામાન્ય રીતે, કોઈપણ ઇલેક્ટ્રિક બલ્બ ખરીદતી કંપનીઓ તેના પર એક વર્ષ અથવા એકાદ બે કંપનીઓં ભાગ્યે જ બેથી ત્રણ વર્ષની ગેરંટી આપે છે. જો કે તે ખૂબ જ દુર્લભ છે કે એક બલ્બ સતત બે-ત્રણ વર્ષ સુધી બર્ન કરે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં એક બલ્બ પણ છે, જે સતત 118 વર્ષથી બળી રહ્યો છે. આ બલ્બ આજદિન સુધી ફ્યુઝ થયો નથી.

આ અનોખા બલ્બને સેન્ટિનીયલ તરીકે ઓળખવામાં આવે છે. કેલિફોર્નિયાના લિવરમોરમાં ફાયર સ્ટેશનમાં સ્થાપિત આ બલ્બ શેલ્બી ઇલેક્ટ્રોનિક કંપની દ્વારા બનાવવામાં આવેલ હતો, જે 1901 માં પ્રથમ વખત પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને,આજ સુધી તે બલ્બ સળગી રહ્યો છે.

મીડિયાના અહેવાલો અનુસાર, આ ગોળો(બલ્બ) ઇલેક્ટ્રિક વાયરને બદલવા માટે પ્રથમ 1937 માં બંધ કરવામાં આવ્યો હતો, અને વાયર બદલ્યા પછી તરત જ ફરીથી સળગાવવામાં આવ્યો હતો. આ બલ્બનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. સીસીટીવી કેમેરા દ્વારા આ બલ્બ પર નજર રાખવામાં આવે છે. લોકો આ અનોખા બલ્બને જોવા માટે દૂર-દૂરથી આવે છે. ફાયર સ્ટેશન પર કેટલીકવાર એટલી ભીડથી ભરાયેલું હોય છે કે તે એક સંગ્રહાલય જેવું લાગે છે.

આ બલ્બ ફક્ત 4 વોલ્ટની વિજળીથી ચાલી રહ્યો છે. અને આ બલ્બ 24 કલાક સતત ચાલું રહે છે. વર્ષ 2001માં આ બલ્બનો 100મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ડીજે પાર્ટી સહીતનું આયોજન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *