ખેડૂતો માટે મોટા સમાચાર: મોદી સરકાર આ મહિને દરેકના ખાતામાં ટ્રાન્સફર કરશે 4000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ?

કેન્દ્ર સરકાર આ મહિનામાં ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 4000 રૂપિયા મેળવવાની સારી તક છે.…

કેન્દ્ર સરકાર આ મહિનામાં ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 4000 રૂપિયા મેળવવાની સારી તક છે. સરકારે હાલમાં જ ખેડુતોના ખાતામાં 2000 રૂપિયાની આઠમી હપ્તા ટ્રાન્સફર કરી છે. જો તમે પણ આ પૈસા મેળવવા માંગતા હોવ તો તરત જ પોતાનું રજીસ્ટ્રેશન કરો. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ ખેડૂતો નોંધાયા છે.

તમને જણાવી દઈએ કે તમે PM કિસાન યોજનાની ઓફીશીયલ વેબસાઇટ pmkisan.gov.inની મુલાકાત લઈને ફોર્મ ભરી શકો છો. નોંધણી પછી, આ નાણાં સરકાર દ્વારા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ઘણા એવા પણ ખેડૂતો છે કે, જેમને 2000 રૂપિયા આ રકમ મળી નથી, કારણ કે તેઓએ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું. આવી સ્થિતિમાં હવે 30 જૂન સુધી ખેડુતો પોતાની રજીસ્ટ્રેશન કરાવી શકશે. જો આ મંજૂરી મળી ગઈ તો એપ્રિલ-જુલાઇનો હપતો જુલાઈમાં મળશે અને ઓગસ્ટની નવા હપતા પણ ખાતામાં આવશે. એટલે કે, તમને બે હપ્તાનો લાભ મળી શકે છે.

કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું:
1. તમારે પહેલા pmkisan.gov.in વેબસાઇટ પર જવું પડશે.
2. ફર્મર્સ કોર્નર વિકલ્પ ક્લિક કરવો પડશે.
3. હવે તમારે ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરવું.
4. એક નવું ટેબ ખુલશે જેમાં આધાર નંબર અને કેપ્ચર કોડ દાખલ કરવો પડશે.
5. હવે તમારે તમારી વિગતો અને જમીનની વિગતો આપવી પડશે.
6. બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

જો કોઈ ખેડૂત જૂનમાં નોંધણી કરાવે છે, તો તે જુલાઈમાં યોજનાનો પ્રથમ હપતો મેળવશે. તેમને આગામી હપ્તા પણ મળશે જે સરકાર સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં સ્થાનાંતરિત કરે છે. એટલે કે, ખેડૂતને પીએમ કિસાન યોજનાનો બમણો લાભ મળશે. તેઓ આ યોજના માટે નોંધણી કરાવતાની સાથે જ તેમને 4,000 રૂપિયા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *