સરકાર વધુ એક બેંક વેચવાની તૈયારીમાં, લાખો લોકોને થશે અસર- તમારું ખાતું તો આ બેંકમાં નથી ને!

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે અર્થતંત્રને ખુબ જ ખરાબ અસર થઈ છે. લોકડાઉનમાં જીનજીવન ઠપ્પ થતા અનલોક-1 માં લોકોને હવે છૂટછાટ આપવામાં આવી છે. જેના…

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે અર્થતંત્રને ખુબ જ ખરાબ અસર થઈ છે. લોકડાઉનમાં જીનજીવન ઠપ્પ થતા અનલોક-1 માં લોકોને હવે છૂટછાટ આપવામાં આવી છે. જેના કારણે ભાંગી પડેલ અર્થવ્યવસ્થાને ફરી વેગ મળી શકે છે. જોકે, હવે ધીમે-ધીમે ભારતનું અર્થતંત્ર બેઠું થવાની કોશિશ કરી રહ્યું છે.

આ દરમિયાન, કેન્દ્ર સરકારે દેશની જાણીતી બેંક IDBIમાં પોતાની હિસ્સેદારી વેચવાની તૈયારી કરી છે. હાલમાં સરકારે હિસ્સા વેચાણની પ્રક્રિયા ઝડપી કરી છે. આ વાત મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે. મળતી માહિતી અનુસાર, બેંકમાં હિસ્સો વેચાવાને લઈને સરકાર દ્વારા એક ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવી ચુક્યું છે અને જલ્દી કેબિનેટથી મંજૂરી મળશે એવી શક્યતાઓ પણ છે. સરકારને આ વર્ષે જ બેંકમાં સરકારી હિસ્સો વેચવાની યોજના છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, IDBI બેંકમાં સરકારની લગભગ 46.5 ટકા હિસ્સેદારી છે. IDBI એક સરકારી બેંક હતી. જે 1964માં દેશમાં બની હતી. LICએ IDBIમાં 21,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી 51 ટકાની હિસ્સેદારી ખરીદી હતી. ત્યાર બાદ LIC અને સરકારે મળીને 9,300 કરોડ રૂપિયા IDBI બેંકને આપ્યા હતા. જેમાં LICની હિસ્સેદારી 4,743 કરોડ રૂપિયા હતી.

નાણા મંત્રીએ બજેટ 2020માં કરી હતી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી 2020ના રોજ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, IDBI બેંક અને LICમાં હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. બંનેમાં હિસ્સો વેચી 90,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો સરકારી લક્ષ્ય હતો. આ સિવાય મીડિયા રિપોર્ટ મુજબ સરકારે SCIમાં પણ પોતાની હિસ્સેદારી વેચવાની યોજના બનાવી છે. જે માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. જો સ્થિતિ યોગ્ય રહી તો આગામી ત્રિમાસિકગાળામાં બોલી મંગાવી શકાય છે. સૂત્રો મુજબ સરકાર પોતાની સંપૂર્ણ 63.75 ટકા હિસ્સેદારી વેચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *