પ્રેમનું પરિણામ: પ્રેમી સાથે ભાગેલી છોકરીને પહેલા ગામમાં ફેરવી અને બાદમાં પરિવારજનો લાકડી લઈને તૂટી પડ્યા

પ્રેમપ્રકરણ ના અવારનવાર કિસ્સાઓ સામે આવતા રહે છે. મોટા ભાગના પ્રેમપ્રકરણમાં યુવતીઓને સારી રીતે સાચવવામાં આવતી હોતી નથી. અહી પણ એક એવી જ ઘટના સામે…

પ્રેમપ્રકરણ ના અવારનવાર કિસ્સાઓ સામે આવતા રહે છે. મોટા ભાગના પ્રેમપ્રકરણમાં યુવતીઓને સારી રીતે સાચવવામાં આવતી હોતી નથી. અહી પણ એક એવી જ ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાં 16 વર્ષની છોકરી પોતાના 20 વર્ષના પ્રેમી સાથે ભાગી જતા પરિવારે આપેલી ક્રૂર સજાનો વિડીયો ફરતો થયો છે. આ કેસમાં પોલીસે વધુ 2 લોકોની ધરપકડ કરી છે. શનિવારે પોલીસે પ્રેમી યુવકની પણ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.

સોશ્યલ મીડ્યામાં એક વાયરલ થયેલા વિડીયોમાં છોકરીને તેના કાકા અને અન્ય લોકો લાકડીથી ઢોર માર મારીને બાદમાં પ્રેમી યુવકને તેના ખભા પર બેસાડીને ગામમાં ફેરવે છે. છોકરી ખભા પર 20 વર્ષના પ્રેમીને બેસાડીને ગામમા ફરતી હોવાનો વિડીયો 28 મેએ વાયરલ થયો હતો. પોલીસે શનિવારે આવી ભયાનક સજાનો વિડીયો બનાવી વાયરલ કરનારા બે લોકોની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, પોસીસે જણાવ્યું કે, આ વિડીયો પણ તે જ દિવસે શૂટ કરાયો હતો, જ્યારે છોકરીને સજા કરવામાં આવી, પરંતુ તે બે દિવસ બાદ વાયરલ થયો હતો. રંગપુર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર ડી.એમ વસાવાએ જણાવ્યું છે કે, વાયરલ થયેલા પહેલા વિડીયોમાં યુવક દેખાતો નથી, પરંતુ બીજા વિડીયોમાં છોકરી તેને ઉચકીને ચાલતા દેખાય છે. આ ગામ લોકો દ્વારા અપાયેલી અમાનવીય સજા છે. તપાસમાં જાણવા મળ્યું કે, નવો વિડીયો છોકરીને ઢોર માર મારતા પહેલા શૂટ કરાયો હતો.

આ વિડીયોમાં બે લોકો તેના હાથ પકડી રાખે છે જ્યારે બીજા લોકો લાકડી લઈને તૂટી પડે છે. તેઓ લાકડી તૂટી ન જાય ત્યાં સુધી છોકરીને મારતા રહે છે. આ બાદ તેને લાફા મારીને જમીન પર લાતો મારવામાં આવે છે. આ વિડીયોને રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *