પૂર્વ CM આનંદીબેનએ 2016માં પાટીદારોનો સર્વે કરાવવાની તૈયારી કરી ત્યાંજ દિલ્હીના આ નેતાએ કર્યો હતો અટકચાળો…

Published on Trishul News at 6:50 AM, Sun, 18 November 2018

Last modified on May 28th, 2020 at 12:38 AM

ગુજરાતમાં ત્રણ વર્ષથી પણ વધુ સમયથી પાટીદારોનું અનામત આંદોલન ચાલી રહ્યું છે. આ દરમ્યાન મહારાષ્ટ્રના મરાઠાઓના આંદોલન ની ફલશ્રુતિ મરાઠા સમાજને મળી ગઈ છે પણ પાટીદારો હજુ એમને એમ જ જજુમી રહ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર 28 એપ્રિલ 2016મા રાજ્યના 20 લાખ પાટીદાર પરિવારોનો સરવે કરવાનું નક્કી કરાયું હતું. પાટીદાર સમાજે સાત મુદ્દાઓ સાથે પાટીદાર સમાજને OBCમા સમાવેશ કરવાની માંગણી કરી હતી. આજ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને OBC સમિતિએ પ્રશ્નોત્તરી તૈયાર કરી હતી. સરવે માટે OBCના વડા સુજ્ઞા બેન ભટ્ટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. સરકારી પ્રક્રિયા પ્રમાણે કોઇ પણ સમાજને OBCમા દાખલ કરવો કે નહીં તે માટેની કાર્યવાહિનો આ એક ભાગ હોય છે.

આયોગ દ્વારા સરવે કર્યા પછી સરકાર નિર્ણય કરતી હોય છે કે કોઇ પણ સમાજને અનામત આપવી કે નહીં. આનંદીબેન પટેલે પાટીદારોને અનામત આપવાની આ કાર્યવાહી કરવા આયોગને કહ્યું હતું, આનંદીબેન પટેલે જેવી કાર્યવાહી શરૂ કરી એટલે તેમને મુખ્ય પ્રધાન પદેથી ખસેડવાનું રાજકીય રીતે દિલ્હીથી પાટીદાર વિરોધી નેતાઓએ નક્કી કર્યું હતું. ભાજપમાં ટોચ પર રહેલાં નેતાઓ પાટીદારોના વિરોધી હોવાથી તેઓ અનામત આપવા માંગતા નથી. જેમાં નીતિન પટેલ ઊંચા પદ પર રહેવા માટે રાજકીય નિર્ણયો લઈને પાટીદારોને સૌથી મોટું નુકસાન કરી રહ્યા છે. તેઓ દિલ્હીના ઈશારે કામ કરે છે. એવા આરોપ આંદોલનકારીઓ લગાવી ચૂક્યા છે.

આંદોલન ની શરૂઆતથી પાટીદાર સમાજને OBCના લાભો આપવાની માગણી કરવામાં આવી હતી. જાન્યુઆરી 2016મા 5 જેટલા સમાજે OBCના લાભો આપવા માટે માગણી કરી હતી. ત્યારબાદ વધુ 8 સમાજે ફેબ્રુઆરીથી એપ્રિલ 2016 સુધીમાં અરજી કરી છે. જેમાં 17 નવેમ્બર 2018 સુધીમાં અલગ અલગ પાટીદાર જુથો અને સમાજના કૂલ 65 અરજીઓ OBC આયોગ સમક્ષ પાટીદારોની થઈ છે. જેમાં ગોળ અને નાના પાટીદાર સમાજ-જૂથનો સમાવેશ થાય છે. તેની કોઈ જ કાર્યવાહી આ આયોગે કરી નથી. તેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે 65 પાટીદાર સમાજની અરજીનો તુરંત સરવે હાથ ધરવામાં આવે. સરવે થાય તે લાખો યુવાનોના ભવિષ્યનો સવાલ છે. સરકારે સવર્ણ આયોગ બનાવ્યું છે તે પણ પૂરતી સહાય આપતું નથી. મેડિકલમાં પહેલાં વર્ષે ફી ભરે છે તો બીજા વર્ષે ફી આપવામાં આવતી નથી. આ આયોગને રૂ.700 કરોડ આપ્યા છે તે વાપરવામાં આવતા નથી.

વર્ષ 2017મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના OBC કમીશન (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે OBC સ્ટેટસની ભલામણ કરતી સ્વાયત સંસ્થા)એ પાટીદારો સહિત 27 જેટલા સમુદાયોના પછાતપણાનો સરવે કરવાની કામગીરી શરૂ કરી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુજરાત હાઇકોર્ટના પુર્વ જજ સુજ્ઞાબેન ભટ્ટના વડપણવાળા આ કમીશનને 28 જેટલા સમુદાયો-ગ્રુપો દ્વારા OBC સ્ટેટસ માટેની અરજીઓ 2016મા પ્રાપ્ત થઇ હતી. જે આજે વધીને કૂલ 65 અરજીઓ પાટીદાર ગોળ અને સમાજ દ્વારા અલગ અગલ રીતે અરજી કરીને અનામતની માંગણી કરી હોવા છતા તે અંગે આજ સુધી સરવે કરાયો નથી. આ અંગે એસપીજીના લાલજી પટેલ અને પૂર્વીન પટેલ પણ કોર્ટમાં ગયા છે.

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ પેનલે ડોર ટુ ડોર સરવે કરવાનો હતો. સરવે શરૂ કરવા માટે કમીશને મે 2017મા એજન્સીઓ પાસેથી ભાવ મંગાવ્યા હતા. જેમને આવા કામમાં ૩ વર્ષનો અનુભવ હોય તે એજન્સીઓને બોલાવવામાં આવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણી પુરી થયે તેને કામ શરૂ કરવાનું હતું. આ માટે પંચ સમક્ષ જ્યારે યુવાનો મળવા જાય છે ત્યારે અઢી કલાક સુધી રાહ જોવી પડે છે. તેમ છતા તેઓ બેસી રહે છે. પણ સરવેની કામગીરી હાથ ધરાતી નથી.

પાટીદારો ની એક જ લાગણી રહી છે કે દેશની આઝાદીના 70 વર્ષ પછી ક્યારેય અનામતની ગંભીર સમીક્ષા થઈ નથી. અમારી સમીક્ષા કરો. હાલ જેઓ અનામત મેળવે છે, તેમને હજુ વધારે અનામતની જરૂર હશે જ. પણ બીજા બીન અનામત સમુદાય ને પણ બદલાતા સમયે અનામતની જરૂર છે. ગુજરાતમાં 65 પાટીદાર ગોળ અને સમાજ દ્વારા OBC પંચ સમક્ષ અનામતની માંગણી કરી છે. હવે સમીક્ષા કરવાની જરૂર છે. જયારે 50%થી વધારાની અનામત આપવાનો વિવાદ સર્જાયો તો તે સમયે સુપ્રીમ કોર્ટે તે રદ કરી છે.

Be the first to comment on "પૂર્વ CM આનંદીબેનએ 2016માં પાટીદારોનો સર્વે કરાવવાની તૈયારી કરી ત્યાંજ દિલ્હીના આ નેતાએ કર્યો હતો અટકચાળો…"

Leave a comment

Your email address will not be published.


*