ખુબ જ મોટી ઓગ્રેનિક કંપનીના CEO એ 1 વર્ષ સુધી ખાધું એક્સપાયરી-ડેટ વાળું ફૂડ, અને જાણો તેમણે શું કહ્યું ?

આમતો બધાજ લોકો ખાવા-પીવાના ખુબજ શોખીન હોય છે, પરંતુ લોકો તાજું અને ફ્રેસ ખાવાનું જમવાનું વધુ પસંદ કરે છે, અને વાસી અને એક્સપાયરી ડેટ પૂરી…

આમતો બધાજ લોકો ખાવા-પીવાના ખુબજ શોખીન હોય છે, પરંતુ લોકો તાજું અને ફ્રેસ ખાવાનું જમવાનું વધુ પસંદ કરે છે, અને વાસી અને એક્સપાયરી ડેટ પૂરી થઇ ગયેલા ફૂડને લોકો ફેકી ડે છે. પરંતુ શું તમે જાણો છો કે એક્સપાયરી ડેટવાળું ને વાસી ખાવાનું ખાવાથી શું અસર થાય છે ?

ખાવા-પીવાની વસ્તુઓમાં લખેલી એક્સપાયરી ડેટને લઈને મોમ્સ ઓગ્રેનિક માર્કેટના સંસ્થાપક અને CEO સ્કોટ નેશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોતાનો ચોંકાવનારો દાવો સાચો સાબિત કરવા માટે ગયા વર્ષે સ્કોર્ટ નૈશએ કંઈક એવું કર્યું જેને કરવાથી સામાન્ય રીતે લોકો ડરે છે. તેમણે દહીના એક્સપાયરી ડેટ પુરી થયા બાદ તેને ખાધું. ત્યાર બાદ તેમણે ટૉર્ટિલાસ ખાધુ, જેની એક્સપાયરી ડેટ એક વર્ષ પહેલા જ નિકળી ગઈ હતી.

મોમ્સ ઓગ્રેનિક માર્કેટના સંસ્થાપક અને CEO સ્કોટ નેશનું કહેવું છે કે તેમણે એક વર્ષ સુધી આ એક્સપેરીમેન્ટ કર્યો, જેમાં ખાવા પીવાની વસ્તુઓની એક્સપાયરી ડેટ નિકળી ગયા બાદ ઘણી અઠવાડીયાઓ કે મહિના બાદ જ તેને ખાધી. તે જણાવવા માંગતા હતા કે ખાવા પીવાની વસ્તુઓમાં દર્શાવવામાં આવેલી વસ્તુઓની એક્સપાયરી ડેટનો કોઈ મતલબ નથી હોતો.

મોમ્સ ઓગ્રેનિક માર્કેટના સંસ્થાપક અને CEO સ્કોટ નેશે જણાવ્યું કે એક્સપેરીમેન્ટ બાદ હું એ જાણી ગયો છું કે તેના પર આપવામાં આવતી એક્સપાયરી ડેટનો તેનો તેના સાથે ખૂબ ઓછું લેવા દેવા છે. ધણા મામલામાં એક્સપાયરી ડેટ જ પુરતી નથી હોતી એવું જાણવા કે ભોજન ક્યા સુધી ખાવા માટે સુરક્ષિત છે.

મોમ્સ ઓગ્રેનિક માર્કેટના સંસ્થાપક અને CEO સ્કોટ નેશે જણાવ્યું કે લેન્ડફિલ સાઈટ્સમાં ભોજનનો વડફાટ મીથેન ગેસ પોદા કરે છે. જે એક ગ્રીન હાઉસ ગેસ છે. અહીં કાર્બન ડાઓક્સાઈડની તુલનામાં વાયુમંડળમાં ગર્મી પેદા કરવામાં 28થી 36 ગણુ વધુ પ્રભાવી છે. આ રીતે ભોજનની બર્બાદી કરીને તમે ફક્ત કેલેરી અને પૈસાની બર્બાદી જ નહીં પરંતુ તે બધા સંસાધનોને પણ બર્બાદ કરી રહ્યા છે. જે તે ભોજનને ઉગાડવામાં પેકેજિંગ કરવા અને પરિવહન કરવામાં ઉપયોગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *