ચૈત્ર નવરાત્રિએ આ વખતે ખુલશે આ રાશિઓની કિસ્મત, થશે ધનવાન અને સુખી સંપન્ન

ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri 2022)નું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે પરંતુ ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર…

ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri 2022)નું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે પરંતુ ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલ 2022થી શરૂ થઈ રહી છે અને 11મી એપ્રિલ 2022ના રોજ સમાપ્ત થશે. નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. આ દરમિયાન લોકો 9 દિવસ ઉપવાસ પણ રાખે છે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે.

મેષ રાશિ- મેષ રાશિના લોકો માટે ચૈત્ર નવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે. જો તમે મેષ રાશિના છો અને તમે સાચા દિલથી દેવી લક્ષ્મીની પૂજા કરો છો, તો સુખ અને વિશેષ આશીર્વાદ માટે તૈયાર રહો. આ દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમારી બધી મહેનત ફળ આપશે. તમને તમારા કાર્યસ્થળ પર તમારી પ્રતિભા દર્શાવવાની તક પણ મળશે. આ સાથે જ આ સમય દરમિયાન તમારા માટે શુભ યાત્રાના યોગ પણ બની રહ્યા છે.

વૃષભ રાશિ- આ રાશિના લોકો માટે ચૈત્ર મહિનાની આ નવરાત્રી ખુશીઓ લઈને આવશે. આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતાની અપેક્ષા રાખી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે અને તમારી આર્થિક સ્થિતિ અત્યારે કરતાં ઘણી સારી સ્થિતિમાં હશે. આ સાથે તમારી પાસે આવકના ઘણા સ્ત્રોત હશે. ઓફિસમાં વરિષ્ઠ કર્મચારીઓ સાથે સંબંધો સારા રહેશે.

કર્ક રાશિ- કર્ક રાશિના લોકો માટે આ નવરાત્રિ ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમારી આર્થિક વૃદ્ધિ થશે, જીવનસાથી તમારો આત્મવિશ્વાસ વધારશે. વેપારી લોકો માટે આ સમય સારો સાબિત થશે. આ સમય દરમિયાન વેપારમાં વધારો થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

સિંહ રાશિ- સિંહ રાશિના સ્ત્રી-પુરુષોને આ સમયગાળા દરમિયાન પૈસા સંબંધિત સુખદ સમાચાર મળી શકે છે. તમને અચાનક અણધાર્યો લાભ મળી શકે છે. પ્રવાસમાંથી પણ પૈસા આવવાની અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન તમારા બધા બાકી કામ પૂર્ણ થશે. આ નવરાત્રિમાં તમે લાંબા સમયથી ચાલી રહેલી કોઈપણ બીમારીથી રાહત મેળવી શકો છો. નોકરીમાં વિદેશ પ્રવાસ અને પ્રમોશનની પણ સંભાવના છે.

કન્યા રાશિ- આ ચૈત્ર નવરાત્રીના સમયમાં કન્યા રાશિના લોકો માટે આવકના સ્ત્રોત વધુ સારા રહેશે. પ્રેમ સંબંધોના મામલામાં કન્યા રાશિના લોકો માટે આ સમય સારો સાબિત થશે. આર્થિક રીતે પણ કન્યા રાશિના જાતકો માટે ચૈત્રી નવરાત્રિ શુભ સાબિત થશે.

તુલા રાશિ- તુલા રાશિના લોકો માટે આ નવરાત્રિ શુભ અને શ્રેષ્ઠ રહેશે. તમને આર્થિક રીતે સફળતા મળશે. તમારા માટે પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે. આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને દરેક બાજુથી ખુશીઓ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *