ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

નદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો

ચંબલ નદીમાં હોડી ડૂબવા ને કારણે મૃત્યુ બાદ કોટા ગામમાં બુધવારના રોજ હાહાકાર મચી ગયો. કોટા જિલ્લાની સીમાના છેલ્લા ભાગમાં બુધવારે સવારના રોજ એક હોડી ચંબલ નદી માં ડૂબી ગઈ. આ હોડી માં લગભગ 40 લોકો બેસેલા હતા. હોડી ડૂબવા ને કારણે ઘણા લોકોનું મૃત્યુ થયું છે. સવારે ૧૧ વાગ્યા સુધીમાં ત્રણ લોકોનું લાશ બહાર કાઢવામાં આવી છે. ઘટનાસ્થળ પર બાહર રહેલા વ્યક્તિઓ એ લગભગ ૨૫ લોકોની ડૂબવાની આશંકા વ્યક્ત કરી છે. જેમાં મહિલા અને બાળકો પણ શામેલ છે.ત્યારબાદ મળી રહેલી જાણકારી મુજબ કુલ 12 લોકોના ડૂબવાથી મૃત્યુ થયું છે.

આ હોડીમાં સવાર લોકો એ કોઈપણ પ્રકારના સુરક્ષા જેકેટ પહેરેલા ન હતા. હોડીમાં માણસો ઉપરાંત ગ્રામીણ ની મોટર સાયકલ પણ રાખવામાં આવી હતી. હોડીમાં ક્ષમતા કરતા વધારે વજન અને હોડી ક્ષતિગ્રસ્ત હોવાને કારણે ડૂબવાની વાત સામે આવી છે.

હોડી ડૂબવાના સમાચાર મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા અને પોતાની રીતે બચાવ તેમ જ રાહત કાર્યમાં લાગી ગયા છે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં કોટાથી પણ બચાવ અને રાહત દળ રવાના થઈ ગયું છે. જિલ્લા કલેકટર અને એસપીએ દુર્ઘટનાની જાણકારી લીધી છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ ગયા છે.

કોટડા ગામથી ચંબલ નદી લોકો પાર કરી રહ્યા હતા. અચાનક હોડી અસંતુલિત થઈ ગઈ અને તેમાં પાણી ભરાવા લાગ્યું. હોડીને ડૂબતી જોઈ તેમાં સવાર લોકોએ નદીમાં ઝંપલાવી દીધુ હતું, તેના બાદ હોડી પણ પાણીમાં ડૂબી ગઈ હતી. જે લોકો તરવાનું જાણતા હતા તે કરીને નદીમાંથી બહાર આવી ગયા છે. હજુ તે ખબર નથી પડી કે કેટલા લોકો નદીમાં ડૂબી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en