ભાઈ, મિત્ર અને પત્નીને પારખવા માટે એમની પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ? -જાણો ચાણક્યના મતે…

Published on Trishul News at 10:19 AM, Fri, 25 December 2020

Last modified on December 25th, 2020 at 10:19 AM

આચાર્ય ચાણક્યએ આપેલ આપેલ કેટલાંક ઉપદેશોને લઈ કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે. જે આપને ખુબ ઉપયોગી થશે. આચાર્ય ચાણક્ય એ પોતાની નીતિઓમાં દૈનિક જીવન સાથે જોડાયેલ કેટલીક લાઈફ મેનેજમેન્ટ ટીપ્સ જણાવી છે. જે આપને ખુબ ઉપયોગી થશે.

આચાર્ય ચાણક્ય જણાવતાં કહે છે કે, કંઈ પરિસ્થિતિમાં કઈ વ્યક્તિની પરીક્ષા લેવી જોઈએ કે, જેથી તેના મનમાં આપણા પ્રત્યે રહેલ નિષ્ઠા અંગે જાણી શકાય. તેમણે નોકર, ભાઈ, મિત્ર તથા પત્નીની પરીક્ષા કયાં સમયે કરવી જોઈએ, તે પણ જણાવવામાં આવ્યું છે. જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો વિશે.

આ રીતે લો નોકરની પરીક્ષા :
નોકર જ્યારે કોઈ કામ પર બહાર જાય તો તેની ઉપર નજર રાખવી જોઈએ કે, આપેલું કામ ઠીકથી કરે છે કે નહી. ક્યાક આપણી સાથે કોઈ છલકપટ તો નથી થઈ રહ્યું અથવા આપણને આર્થિકરૂપે નુકસાન તો નથી પહોંચાડી રહ્યો ને ?

સંકટનાં સમયમાં ભાઈ-બંધુઓની આ રીતે લો પરીક્ષા :
જ્યારે કોઈ સંકટ આવે તો એવાં સમયમાં આપણે આપણા ભાઈ-બંધુઓને પારખવા જોઈએ કે, આવાં સમયે કયાં પ્રકારે તેઓ આપણી મદદ કરે છે અથવા તો પછી મદદ કરવાનું નાટક કરે છે.

દોસ્તની પરીક્ષા વિપત્તિનાં સમયમાં લો :
કોઈ લોકો તમારા ખાસ મિત્ર હોવાનો દાવો કરે છે, તે દાવામાં કેટલી સચ્ચાઈ છે તેની જાણ વિપત્તિના સમયે લગાવી શકાય છે. માત્ર સાચા મિત્રો જ મુશ્કેલીમાં તમારો સાથ આપશે.

ધન નષ્ટ થઈ જવા પર લો સ્ત્રીની પરીક્ષા :
આચાર્ય ચાણક્યનાં મત પ્રમાણે ધન નષ્ટ થઈ જવા પર સ્ત્રી અથવા તો પત્નીની પરીક્ષા લેવી જોઈએ કે, ક્યાંક ધન ન હોવા પર તેનાં સ્વભાવમાં તો કોઈ બદલાવ તો નથી આવ્યો ને ? અથવા તો તે આપણને પહેલાંની જેમ જ પ્રેમ કરે છે કે નહી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "ભાઈ, મિત્ર અને પત્નીને પારખવા માટે એમની પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ? -જાણો ચાણક્યના મતે…"

Leave a comment

Your email address will not be published.


*