કોઈ પણ દુકાન કે મોલ તમારી પાસેથી કૅરી બેગના પૈસા ન વસુલી શકે, બિગબઝારને આવ્યો 11,500 રૂપિયાનો દંડ

સામાન્ય રીતે મોટા ભાગના લોકો ખરીદી કરવા માટે મોટી-મોટી દુકાનો અને મોલ્સ માં જાય છે, પરંતુ તમે નહિ જાણતા હોવ કે તમે જે ખરીદી કરી…

સામાન્ય રીતે મોટા ભાગના લોકો ખરીદી કરવા માટે મોટી-મોટી દુકાનો અને મોલ્સ માં જાય છે, પરંતુ તમે નહિ જાણતા હોવ કે તમે જે ખરીદી કરી અને છેલ્લે વસ્તુઓ ભરવા આપતી બેગોના 10 થી 20 રૂપિયા અલગ થી ચાર્જ કરતી હોય છે. તે ખરેખર ગેરકાયદેસર છે, જો તમારી સાથે પણ આવું થયું હોય તો તમારે શું કરવું તે અહીં જણાવ્યું છે.

એક ગ્રાહક બીગબજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. અને પોતે ખરીદી કરી આખરે જે બીલ આવ્યું તેમાં અલગથી કૅરી બેગના રૂપિયા ગણ્યા હતા. અને આ ગ્રાહકે સામે અવાજ ઉઠાવ્યો. અને તેણે બીગબજાર સામે કન્ઝ્યુમર ફોરમાં ફરિયાદ નોંધાવી.

બીગબજાર આજ સુધી કૅરી બેગના પૈસા ગ્રાહક પાસેથી લેતી હતી. પરંતુ આ ખોટી રીત કયા સુધી ચાલે ? આખરે કન્ઝ્યુમર ફોરમે બિગ બઝાર પર ગ્રાહક પાસેથી કૅરી બેગ માટે અલગથી બીજા પૈસા વસૂલતા તેની ઉપર દંડ ફટકાર્યો છે. ફોરમે બિગ બઝારને 10,000 હજાર રૂપિયા કન્ઝ્યુમર લીગલ એડ એકાઉન્ટમાં જમા કરાવવાની સાથે જ ફરિયાદકર્તાને થયેલી માનસિક પરેશાની માટે 1000 અને કૅરી બેગ વસૂવવા માટે 18 રૂપિયા પાછા આપવા માટે કહ્યુ છે.

બળદેવ નામના ગ્રાહકે કન્ઝ્યુમર ફોરમને આપેલી ફરિયાદમાં કહ્યું હતુ કે, તે 20 માર્ચ 2019માં બિગ બઝારમાં શોપિંગ કરવા માટે ગયો હતો. બિલિંગ કાઉન્ટર કર્મચારીએ તેની પાસેથી કૅરી બેગ માટે 18 રૂપિયા અલગથી વસૂલ કર્યા હતા. તેના માટે બળદેવે ના કહ્યુ હતુ અને કહ્યુ હતુકે, તે ગેરકાયદેસર છે પરંતુ કર્મચારી માન્યો ન હતો.

હેરાન-પરેશાન થઈને બળદેવે કન્ઝયુમર ફોરમનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે બિગબઝારે પોતાના પક્ષમાં દલીલ રાખતા કહ્યુ હતુકે, કૅરી બેગના ચાર્જીસ વિશે તેમણે સ્ટોર પર ડિસ્પ્લે કરેલું છે. અમે તેના વિશે ગ્રાહકોને જણાવ્યુ પણ હતુ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કન્ઝ્યુમર ફોરમે પોતાનો આ નિર્ણય સંભળાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *