અવકાશમાં ભારત પોતાનો પરચો આપવા તૈયાર, ISROએ રજુ કર્યો આખો પ્લાન

મિશન ચંદ્રયાન-2ને લઈ દુનિયાભરમાં ડંકો વગાડ્યા બાદ ઈસરોના મુખ્ય અધિકારી કે. સિવાને નવા વર્ષે જ દેશવાસીઓને નવી ભેટ આપવાની જાહેરાત કરી. તેમણે આ વર્ષના કામો…

મિશન ચંદ્રયાન-2ને લઈ દુનિયાભરમાં ડંકો વગાડ્યા બાદ ઈસરોના મુખ્ય અધિકારી કે. સિવાને નવા વર્ષે જ દેશવાસીઓને નવી ભેટ આપવાની જાહેરાત કરી. તેમણે આ વર્ષના કામો અને યોજનાઓની જાહેરાત કરી હતી. વર્ષ 2020માં ગગનયાન અને ચંદ્રયાન-3 મિશન લોંચ કરવામાં થશે. આ સાથે જ ઈસરો ચીફે કહ્યું હતું કે, અવકાશ વિજ્ઞાન દ્વારા અમારા પ્રયાસો દેશવાસીઓના જીવનમાં વધુ સુધારો લાવવાનો છે.

2020માં ગગનયાન અને ચંદ્રયાન-3 મહત્વના પ્રોગ્રામ

ઈસરો ચીફે કહ્યું હતું કે, 2020માં કોસ્ટ ઈફેક્ટિવ ચંદ્રયાન-3 લોંચ કરવામાં આવશે. તેવી જ રીતે ગગનયાનના અવકાશયાત્રીઓને જાન્યુઆરી 2020ના બીજા સપ્તાહથી ટ્રેનિંગ આપવામાં આવશે. ગગનયાનના મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી માટે રાષ્ટ્રીય સ્તરની વિચારણા સમિતિની બનાવવામાં આવી છે. જેને 4 અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. 2019માં ગગનયાન પ્રોજેક્ટમાં અમે ખાસી પ્રગતિ કરી છે.

ચંદ્ર પર ઈસરોની બાજ નજર

ઈસરો ચીફ કે. સિવાને જણાવ્યું હતું કે, આ વર્ષે ચંદ્રયાન-3 પ્રોજેક્ટ પણ લોંચ કરવામાં આવશે. કે સિવાને કહ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશન માટે સરકાર તરફથી મંજૂરી પણ મળી ચુકી છે. ચંદ્રયાન-3 એ મોટેભાગે ચંદ્રયાન-2 સાથે મળતુ હશે. આ પ્રોજેક્ટ પર પણ કામ હાથ ધરી દેવામાં આવ્યું છે. તેના કોન્ફિગરેશન ચંદ્રયાન-2ની જેવા જ હશે. તેમાં પણ લેંડર અને રોવર હશે.

નવા પ્રોજેક્ટની જાહેરાત

ઈસરો ચીફે કહ્યું હતું કે, 2019ની સફળતાઓ અને 2020ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી તમિળનાડુના થુથુકુડીમાં નવુ સ્પેસ પોર્ટ બનાવવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર ખુબ જ સારૂ કામ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઈસરોના મિશન ચંદ્રયાન-2 ભારત જ નહીં દુનિયાભરમાં ડંકો વગાડ્યો હતો. આ મિશન દ્વારા ભારતે દુનિયાને પોતાની અવકાશી તાકાત બતાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *