ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ભાઈને રાખડી બાંધતી વખતે દરેક બહેને આ ખાસ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ- જેનાથી…

કોરોનાનાં સમયમાં રક્ષાબંધનનો તહેવાર પાસે આવી રહ્યો છે, તેમજ બજારો રંગબેરંગી રાખડીઓથી ઊભરાઈ રહ્યાં છે. બહેનોએ પોતાનાં ભાઈઓ માટે રાખડીઓની ખરીદી કરવાંની શરૂઆત કરી દીધી છે, તેમજ જેમનાં ભાઈ દૂર રહે છે, એમને કુરિયર અથવા પછી પોસ્ટ દ્વારા પણ રાખડીઓ મોકલી આપી છે, જેનાંથી રક્ષાબંધનનાં દિવસે પણ ભાઈનો હાથ ખાલી ન રહે. ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધનો આ તહેવાર આ વખતે 26 ઓગસ્ટનાં રોજ ઉજવાશે.

રક્ષાબંધનનાં દિવસે બહેન પોતાનાં ભાઈની માટે ખાસ રાખડીની ખરીદી કરે છે, જે તેમનાં સ્નેહ તેમજ પ્રેમનું પ્રતીક હોય છે. રાખડીને રક્ષાસૂત્ર તરીકે પણ કહેવામાં આવે છે. માન્યતા રહેલી છે, કે આ રક્ષાસૂત્ર કોઈપણ મુશ્કેલીમાંથી ભાઈનું રક્ષણ કરે છે, તથા રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે.

ભાઈને રાખડી બાંધતી વખતે આ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ …

ભાઈને રાખડી બાંધતી વખતે બહેન નીચે આપેલ મંત્રનું ઉચ્ચારણ કરી શકે છે.

“યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ ।
તેન ત્વાં અભિબન્ધામિ રક્ષે મા ચલ મા ચલ ।।”

ભાઈનાં હાથમાં રાખડી બાંધતી વખતે બહેને પણ પૂર્વાભિમુખ એટલે કે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને બેસીને ભાઈનાં કપાળ પર કંકુ, ચંદન તેમજ ચોખાનો ચાંદલો કરીને ઉપર મુજબનાં મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP